ગુજરાતના કોરોનાની બીજી લહેરમાં કોરોનાના કેસની સાથે-સાથે મૃત્યુઆંકમાં પણ વધારો થઇ રહ્યો છે. કોરોનાની બીજી લહેર વચ્ચે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી કામગીરીને લઇને હવે કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે. તો બીજી તરફ ત્રીજી લહેરની શક્યતાને લઇને અત્યારથી જ રાજ્ય સરકાર દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. કોરોનાની મહામારી વચ્ચે લોકોને સુરક્ષિત કરવા માટે સરકાર દ્વારા વેક્સીનેશન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સરકાર દ્વારા લોકોને સમય આવે એટલે વેક્સીન લેવાની અપીલ કરવામાં આવી રહી છે.
સરકાર દ્વારા વારંવાર અપીલ કરવામાં આવતી હોવા છતાં પણ કેટલાક લોકો બેદરકાર બનીને કે, કોઈ માન્યતાઓમાં આવીને વેક્સીન લઇ રહ્યા નથી. ત્યારે હવે રસી ન લેનારા સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવાની શરૂઆત કરવામાં આવી છે.
ખેડા જિલ્લા કલેકટર દ્વારા પોલીસને કોરોના વેક્સીન ન લેનારની સામે કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યો છે. તેથી પોલીસ દ્વારા આ બાબતે બે લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે.
મહેમદાબાદ પોલીસ દ્વારા શહેરના કાંકરિયા તળાવ સામે આવેલા એક ગેરેજમાં કામ કરતા સહીંદમિયા મલેક નામના વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી હતી કે, તે ગેરેજમાં કામ કરતો હોવાથી તેને વેક્સીન લીધી છે કે, નહીં અને તેનો કોરોનાનો ટેસ્ટ નેગેટિવ છે કે નહીં. તે સમયે સહીંદમિયા મલેક દ્વારા આ બાબતે કોઈ પણ પૂરાવાઓ રજૂ ન કરવામાં આવતા પોલીસ દ્વારા તેની સામે જાહેરનામ ભંગની ફરિયાદ નોંધવામાં આવી છે.
તો બીજી તરફ શનિવારના રોજ વડોદરામાં સિટી પોલીસ દ્વારા શહેરની માર્કેટોમાં એક જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં પોલીસ દ્વારા વેપારી, દુકાનદાર કે પછી લારીવાળાઓને 30 જૂન સુધીમાં વેક્સીન લેવાનું કહેવામાં આવ્યું હતું અને જે લોકો વેક્સીન નહીં લે તેમની દુકાન ખોલવા દેવામાં આવશે નહીં તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
આ ઉપરાંત બીજો કિસ્સો મહુધા તાલુકાનો છે. મહુધા તાલુકાના ભુમસમાં આવેલા શક્તિનગર વિસ્તારમાં પોલીસ દ્વારા પાનના ગલ્લાના સંચાલકોએ કોરોના વેક્સીન લીધી છે કે નહીં તે બાબતે તપાસ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા આ બાબતે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, પાનનો ગલ્લો ધરાવતા બુધા વેઘાલે નામના વ્યક્તિએ કોરોના વેક્સીન લીધી નથી. તેથી પોલીસે બુધા વાઘેલાની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, તેમને કોરોનાનો ટેસ્ટ કરાવ્યો નથી અને વેક્સીન પણ લીધિયા નથી. તેથી મહુધા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ દ્વારા પાનના ગલ્લાના માલિક સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…