Abhayam News
AbhayamNewsSports

સૂર્ય કુમાર યાદવ ફેમિલી ટ્રી

સૂર્ય કુમાર યાદવ ફેમિલી ટ્રી માર્ચ 2021માં ભારતની T-20 આંતરરાષ્ટ્રીય ટીમમાં એક સ્ટારનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમને 30 વર્ષથી વધુ ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરવાની તક મળી હતી.લાંબા સમય સુધી આઈપીએલ અને ડોમેસ્ટિક ક્રિકેટમાં અજાયબી કર્યા બાદ સૂર્યાએ ટી-20 ફોર્મેટમાં આંતરરાષ્ટ્રીય ટીમમાં પ્રવેશ કર્યો હતો. હવે સૂર્યકુમાર યાદવને ટી 20 સિરીઝનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

Surya Kumar Yadav Family Tree abhayam news

સૂર્યકુમાર યાદવેસૂર્યકુમાર યાદવે વર્લ્ડ કપ ફાઇનલમાં મળેલી હારની નિરાશાને ભૂલીને ઓસ્ટ્રેલિયા સામે આજથી શરૂ થઈ રહેલી પાંચ મેચની T20 આંતરરાષ્ટ્રીય સિરીઝમાં યુવા ખેલાડીઓથી સજ્જ ભારતીય ટીમનું નેતૃત્વ કરશે. વર્લ્ડ કપ ફાઇનલમાં મળેલી હારની નિરાશાને ભૂલીને ઓસ્ટ્રેલિયા સામે આજથી શરૂ થઈ રહેલી પાંચ મેચની T20 આંતરરાષ્ટ્રીય સિરીઝમાં યુવા ખેલાડીઓથી સજ્જ ભારતીય ટીમનું નેતૃત્વ કરશે.

સૂર્ય કુમાર યાદવ ફેમિલી ટ્રી

સૂર્યાનો જન્મ 14 સપ્ટેમ્બર 1990ના રોજ મુંબઈમાં થયો હતો. આજે આપણે સૂર્યાની આ અદ્ભુત સફર વિશે વાત કરીશું, જેણે તેને ડેબ્યૂના 3 વર્ષમાં આજે ટીમ ઇન્ડિયાનો સ્ટાર પ્લેયર બનાવ્યો છે. આજે તેણે ત્રણેય ફોર્મેટમાં ભારત માટે ડેબ્યૂ કર્યું છે અને તે ODI વર્લ્ડ કપ 2023 માટે પણ ભારતીય ટીમનો ભાગ બની ચૂક્યો છે. હવે કેપ્ટન બની કેવું પ્રદર્શન કરશે તે જોવાનું રહેશે.

તેમના પિતા અશોક કુમાર યાદવ ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (મુંબઈ)માં મુખ્ય ઇજનેર રહી ચૂક્યા છે અને તેમની માતા સ્વપ્ના યાદવ ગૃહિણી છે. ભારતીય ખેલાડી ત્રણ બાળકોમાંથી એક છે અને તેને એક બહેન અને એક ભાઈ છે.

Surya Kumar Yadav Family Tree abhayam news

દરેક જગ્યાએ રનિંગ મશીન સૂર્ય કુમાર યાદવની ચર્ચા થઈ રહી છે. સૂર્યકુમાર યાદવને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટી 20 સિરીઝમાં કેપ્ટન બનાવવામાં આવતા જ ગૂગલ પર પણ સૂર્ય કુમાર વિશે વિવિધ વસ્તુઓ સર્ચ કરવામાં આવી રહી છે. તો આજે આપણે કેપ્ટન સૂર્યકુમાર યાદવના પરિવાર વિશે વાત કરીશું.

સૂર્યકુમારની બહેનનું નામ દિનલ યાદવ છે.તેની બહેન ખુબ જ સુંદર અને સ્ટાઈલિશ છે. તેની બહેન લાઈમ લાઈટથી દુર રહેવાનું પસંદ કરે છે.સૂર્ય કુમાર યાદવની પત્નીનું નામ દેવીશા શેટ્ટી છે બંને પહેલા કોલેજમાં મિત્રો બન્યા અને પછી તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. 2016માં બંનેએ લગ્ન કરી લીધા હતા. સૂર્યકુમારના લગ્નમાં માત્ર તેમના નજીકના મિત્રો અને કેટલાક સંબંધીઓ જ હાજર રહ્યા હતા.

Surya Kumar Yadav Family Tree abhayam news

સૂર્ય કુમાર યાદવે ભારત માટે અત્યાર સુધીમાં કુલ 1 ટેસ્ટ, 37 ODI અને 53 T-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેના નામે ટેસ્ટ મેચમાં માત્ર 8 રન, ODI ક્રિકેટમાં 773 રન અને T-20 ઈન્ટરનેશનલમાં 1841 રન છે. તેણે વન-ડે ઈન્ટરનેશનલમાં 4 અડધી સદી ફટકારી છે અને સૌથી ટૂંકા ફોર્મેટ T-20માં તેણે 15 અડધી સદી અને 3 સદી ફટકારી છે. T-20 ઈન્ટરનેશનલમાં તેની સરેરાશ અને સ્ટ્રાઈક રેટ બંને શાનદાર રહ્યા છે. તેણે આ ફોર્મેટમાં 46.02ની એવરેજ અને 172.7ની અદભૂત સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે. તેણે હજુ વનડે અને ટેસ્ટમાં પોતાને સાબિત કરવાનું રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે……

Related posts

જાણો:-ગોપાલ ઈટાલીયા એ કોંગ્રેસ વિશે શું કહ્યું…

Abhayam

રોવમેન પોવેલ રાજસ્થાને 7.4 કરોડમાં ખરીદ્યો

Vivek Radadiya

સુરત :-આમ આદમી પાર્ટી ”વતનની વ્હારે” ..

Abhayam