- વેક્સિનેશન ડ્રાઇવનું સુરસુરિયું.
- વેક્સિનેશન મહાઅભિયાન શરૂ કર્યાના 6 દિવસમાં ફિયાસ્કો
- સેન્ટર પર ‘વેક્સિન ઉપલબ્ધ નથી’નાં બોર્ડ લાગ્યાં.
- કાગળ પર સાડાનવ લાખનો સ્ટોક, સેન્ટરો ખાલીખમ
- લોકો વેક્સિન પ્રત્યે જાગ્રત જ છે, સરકાર પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવે: કપિલ જાની
- આંબલી, બોપલ, ઘુમા, ગોધાવીમાં વેક્સિનેશન સેન્ટર પર ‘આજે વેક્સિન બંધ છે’ નાં બોર્ડ.
જોરશોર થી શરુ કરાયેલો વેક્સિનેશન ડ્રાઈવ નું થયું સુરસુરિયું .હજુ વેક્સિનેશન ડ્રાઇવશરુ થયું એને ૬ દિવસ થયા ની સાથે જ વેક્સિનેશન સેનેટર પર ‘વેક્સિન ઉપલબ્ધ નથી’નાં બોર્ડ લાગ્યાં.ગુજરાત સરકારે કાગળો પેર સાડા ૯ લાખનો સ્ટોક બતાવ્યો છે પરંતુ સેનટર પર ‘વેક્સિન ઉપલબ્ધ નથી’નાં બોર્ડ લાગ્યાં.
વેક્સિનેશન સેન્ટરની બહાર ‘વેક્સિન ઉપલબ્ધ નથી’ એવાં પોસ્ટર લગાવાયાં હતાં, જેથી વીકેન્ડને કારણે લોકો વેક્સિનેશન સેન્ટર પહોંચ્યા હતા, પરંતુ તેમને વેક્સિન ન મળતાં તેઓ એક સેન્ટરથી બીજા સેન્ટરે ધક્કે ચડ્યા હતા. કેટલાક વેક્સિનેશન સેન્ટરે તો માત્ર 100 ડોઝ ઉપલબ્ધ હતા, જેથી ત્યાં પણ લોકોને હાલાકી ભોગવી પડી હતી. જોકે એક બાજુ સરકાર વેક્સિનેશનના મહાઅભિયાનના મોટા દાવા કરે છે અને બીજી બાજુ અવ્યવસ્થા અને આયોજનના અભાવે લોકોને હાલાકી ભોગવવી પડે છે, જોકે આને કારણે લોકોમાં સરકાર પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે.
દેશમાં કોરોનાના કેસમાં હવે ઘટાડો થઈ રહ્યો છે ત્યારે વડાપ્રધાને દેશમાં વેક્સિનેશનના મહાઅભિયાનની શરૂઆત 21 જૂનથી કરાવી હતી. એમાં ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ બોડકદેવ સ્થિત હોલની મુલાકાત લીધી હતી અને આ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. ત્યારે હજી આ વેક્સિનેશનના મહાઅભિયાનના 6 દિવસમાં જ વેક્સિન ખૂટી પડી છે. અમદાવાદમાં વીકેન્ડમાં વેક્સિનનો ફિયાસ્કો જોવા મળ્યો હતો. શહેરના અલગ અલગ વિસ્તારમાં દિવ્ય ભાસ્કરની ટીમે વેક્સિનેશન સેન્ટરની મુલાકાત લઈને રિયાલિટી ચેક કર્યું હતું, જેમાં પાલડી અર્બન સેન્ટર, ફતેપુર ગામની સરકારી શાળા, જોધપુર કામેશ્વર શાળા અને વસ્ત્રાપુર કોમ્યુનિટી હોલ આ તમામ સ્થળે વેક્સિન ઉપલબ્ધ ન હતી.
સેન્ટ્રલ ઝોનમાં 2472, વરાછા-એ ઝોનમાં 3028, વરાછા બી ઝોનમાં 2646, રાંદેર ઝોનમાં 3653, કતારગામ ઝોનમાં 1984, ઉધના ઝોનમાં 3014, લિંબાયત ઝોનમાં 3233 અને અઠવા ઝોનમાં 3497 લોકોને વેક્સિન આપવામાં આવી હતી. આજે પણ વેક્સિનનો મર્યાદિત જથ્થો હોવાથી ગણ્યા ગાઠ્યા લોકોને જ રસીનો લાભ મળી રહ્યો છે. જેને લઈ ક્યાંય લોકોમાં સરકાર ની વ્યવસ્થા સામે રોષ પણ જોવા મળી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…
1 comment
Comments are closed.