Abhayam News
AbhayamNews

દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિયન્ટની એન્ટ્રી થતા કેન્દ્ર સરકારે ગાઈડલાઈન જાહેર કરી, કેટલાક રાજ્યોમાં હાઈ એલર્ટ કર્યું જાહેર..

દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિયન્ટની એન્ટ્રી થતા કેન્દ્ર સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે. ડેલ્ટા પ્લસની ઓળખ માટે ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને રસીકરણ પર વધારે ભાર મુકવાના આદેશ આપવામાં આવ્યા ચે. તો વળી દેશના કેટલાક રાજ્યોમાં ડેલ્ટા પ્લસના કારણે એલ્ટ જાહેર કરવામાં આવ્યુ છે.બહુરૂપિયો બનેલો કોરોના વાઇરસના ડેલ્ટા પ્લસ વેરિયન્ટના કારણે કેન્દ્ર સરકારે ગાઈલાઈન જાહેર કરી છે. આ સાથે દેશના કેટલાક રાજ્યોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે દેશના 8 રાજ્યોના મુખ્ય સચિવને પત્ર લખીને ડેલ્ટા પ્લસનો સામનો કરવાની તૈયારીઓ ચાલુ કરવા જાણકારી આપી છે. જે રાજ્યના મુખ્ય સચિવને પત્ર લખવામાં આવ્યો તેમા આંધ્રપ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કાશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડુનો સમાવેશ થાય છે. દેશમાં ડેલ્ટા પ્લસના કેસ ઝડપથી વધી રહ્યા છે. આવી સ્થિતિમાં ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને વેક્સિનેશનની ગતિ વધારવાની જરૂર છે. જ્યાં પણ ડેલ્ટા પ્લસના કેસો જોવા મળે છે ત્યાં કડક નિયંત્રણની વ્યવસ્થા કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

ડેલ્ટા પ્લસ વેરિયન્ટના કારણે તમિલનાડુના મદુરાઈ અને ચેન્નાઈ, રાજસ્થાનના બિકાનેર, કર્ણાટકના મૈસૂર, પંજાબના પટિયાલા અને લુધિયાણા, જમ્મુ અને કાશ્મીરના કટરા, ગુજરાતના સુરત અને આંધ્ર પ્રદેશના તિરૂપતિમાં એલર્ટ જાહેર કરાયુ છે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન પ્રમાણે જે જિલ્લામાં ડેલ્ટા પ્લસના દર્દીઓ મળે ત્યાં કોવિડ-19ના નિયમોનું કડક પાલન કરાવવું.

પરિવહન પર નિયંત્રણ રાખવુ, જે જિલ્લાઓમાં ડેલ્ટા પ્લસના કેસ મળ્યા છે ત્યાં તાત્કાલિક ધોરણે કન્ટેનમેન્ટ ઝોન બનાવવા અને પ્રતિબંધોનો કડકાઈથી અમલ કરાવવો. સંક્રમિત દર્દીઓમાંથી મળેલા નમૂનાઓને તાત્કાલિક ભારતીય SARS-CoV-2 જીનોમિક કંસોર્શિયાની પ્રયોગશાળામાં મોકલવાના આદેશ આપવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

.

Related posts

એક ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર

Vivek Radadiya

આજથી ગુજરાતના આ શહેરમાં 150 ફૂટ રીંગ રોડ પર ભારે વાહનને ‘નો એન્ટ્રી’

Vivek Radadiya

રશ્મિકા મંદાનાનો Deepfake વીડિયો વાયરલ 

Vivek Radadiya