Abhayam News
Abhayam

સલમાન ખાનની ટાઈગર-3માં શાહરુખ ખાન જ નહીં

સલમાન ખાનની ટાઈગર-3માં શાહરુખ ખાન જ નહીં

સલમાન ખાનની ટાઈગર-3માં શાહરુખ ખાન જ નહીં ફિલ્મની રિલીઝ ડેટ જેમ જેમ નજીક આવી રહી છે. તેમ તેમ હવે ફિલ્મના નિર્માતાઓ પણ ફેન્સને ખુશ કરવા માટે વિવિધ જાહેરાતો કરી રહ્યાં છે. હવે ટાઈગર-3 ના નિર્માતાઓએ ફિલ્મમાં સલમાન ખાનની સાથે સાથે રિતિક રોશન પણ જોવા મળવાનો હોવાની જાહેરાત કરી છે. જેથી સલમાનના ફેન્સની સાથે સાથે હવે રિતિકના ફેન્સ પણ ટાઈગર-3ની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે.એક રિપોર્ટ અનુસારા યશ રાજના બેનર હેઠળની ફિલ્મોમાં સલમાન ખાનની ટાઇગર 3 અને શાહરૂખ ખાનની પઠાણનો તો સમાવેશ થાય છે

સલમાન ખાનની ટાઈગર-3માં શાહરુખ ખાન જ નહીં

ટાઇગર 3 આ ભાષાઓમાં થશે રિલીઝ
મનીષ શર્માની ‘ટાઈગર 3’ હિન્દીમાં રિલિઝ થવાની સાથે સાથે  તામિલ અને તેલુગુમાં પણ રિલીઝ થશે. ટાઈગર 3માં શાહરૂખ ખાનનો પણ રોલ પણ છે. એટલે કે ફરી એકવાર શાહરૂખ ખાન અને સલમાન ખાન મોટા પડદા પર ફેન્સને એક સાથે જોવા મળશે. હાલમાં જ ટાઈગર-3નો નવો પ્રોમો રિલિઝ થયો છે. જેમાં સલમાન ખાન, કૈટરિના કૈફ અને ઈમરાન હાશ્મી જોવા મળી રહ્યાં છે. આ ફિલ્મમાં ઈમરાન વિલનની ભૂમિકામાં જોવા મળશે. ઈમરાન હાશ્મી પહેલી વખત મોટા પડદા પર સલમાન ખાનની સાથે જોવા મળશે. ફિલ્મના પ્રોમોને ચાહકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.સલમાન ખાનની ટાઈગર-3માં શાહરુખ ખાન જ નહીં

જાણો રિલિઝ ક્યારે થશે
ફિલ્મ ટાઇગર 3 દિવાળીના અવસર પર એટલે કે 12 નવેમ્બર,2023ના રોજ સિનેમા ઘરોમાં રિલિઝ થવા જઈ રહી છે.. આ ફિલ્મ દિવાળીના દિવસે જ રિલિઝ થશે.. જેથી અત્યારથી એડવાન્સ બુકિંગ પણ શરૂ થઈ ગયા છે. રિપોર્ટ્સ અનુસાર હવે અયાન મુખર્જીની એક્શન ફિલ્મ ‘વોર 2’ પણ સ્પાઈ યૂનિર્વસમાં જોડાઈ ગઈ છે. ફિલ્મની સ્ટાર કાસ્ટ વિશે વાત કરીએ તો જુનિયર એનટીઆર અને કિયારા અડવાણી વોર-2માં રિતિક રોશન સાથે જોવા મળશે. જેથી ફેન્સ આ ફિલ્મની પણ આતુરતાથી રાહ જોવે છે..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

ઉત્તર પ્રદેશમાં પહેલા તબક્કામાં ૬૦ ટકાથી વધુ મતદાન….

Abhayam

રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા દરમ્યાન ગર્ભગૃહમાં 4 દિગ્ગજોને જ એન્ટ્રી

Vivek Radadiya

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે 8 ગુજરાતી કલાકાર અને ફિલ્મ નિર્માતાએ ભાજપનો ખેસ પહેર્યો…

Abhayam