એમેઝોન ઓર્ડરનાં નામે મહિલા સાથે થયો સ્કેમ ભારતમાં આજકાલ અનેક સાયબર ક્રાઈમનાં મામલા સામે આવી રહ્યાં છે. ઠગીઓ લોકોને છેતરવાનાં અવનવાં રસ્તાઓ શોધી કાઢે છે. તેવામાં મુંબઈમાં પણ એક આવો જ અનોખો સાયબર ક્રાઈમનો મામલો સામે આવ્યો છે. એક મહિલાનાં ઘરે Amazon પરથી ઓર્ડરની ડિલિવરી આવવાની હતી. એ ઓર્ડરને ટ્રેક કરવાનાં ચક્કરમાં આ મહિલાનાં બેંક એકાઉન્ટમાંથી 1.20 લાખ રૂપિયા ઊડી ગયાં.
એમેઝોન ઓર્ડરનાં નામે મહિલા સાથે થયો સ્કેમ
ડિલિવરી બૉય સાથે વાતચીત કરી
મુંબઈનાં મલાડ વેસ્ટમાં રહેતી 40 વર્ષીય મહિલાએ ઈકોમર્સ પ્લેટફોર્મ Amazon પરથી એક 15000 રૂપિયાની ચેર ઓર્ડર કરી હતી. આ બાદ જ્યારે પાર્સલ સંભવિત તારીખ સુધી ડિલિવર ન થયું ત્યારે તેણે ટ્રેકિંગ ડિટેલ્સ ચેક કરી અને પાર્સલ કંપની સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો. આ બાદ મહિલાની વાત એક વ્યક્તિ સાથે થઈ જણે પોતાને ડિલિવરી કંપનીનો કર્મચારી જણાવ્યો.
લિંક પર ક્લિક કરવા કહ્યું
પોતાને ડિલિવરી કંપનીનો કર્મચારી જણાવનાર વ્યક્તિ એક સ્કેમર હતો. એ સ્કેમરે મહિલાને જણાવ્યું કે તેમનો ઓર્ડર ખોટા અડ્રેસ પર ડિલિવર થઈ ગયો છે. આ બાદ સ્કેમરે મહિલાને એક લિંક મોકલી અને કહ્યું કે પોતાનો સાચો અડ્રેસ આ સાઈટ પર સબમિટ કરો. આ ડિટેલ્સ ભરવામાં સ્કેમરે મહિલાની UPI પિનનો એક્સેસ મેળવી લીધો.
પહેલાં 10 રૂપિયા કપાયા અને પછી..
સ્કેમર દ્વારા મોકલવામાં આવેલી ડિટેલ્સ સબમિટ કર્યા બાદ મહિલાનાં બેંક એકાઉન્ટમાંથી તરત જ 10 રૂપિયા કપાઈ ગયાં. સ્કેમરે કહ્યું કે આ કૉલ બાદ તમે તમારું પાર્સલ ટ્રેક કરી શકશો. આ કૉલનાં 2 કલાક બાદ પાર્સલ મહિલા પાસે આવી ગયું. ડિલિવરી બાદ તેમના બેંક એકાઉંટમાંથી 5 હજાર રૂપિયા કપાઈ ગયાં.
3 દિવસ બાદ ફરી કપાયા પૈસા
મહિલાને 3 દિવસ બાદ બેંક તરફથી મેસેજ આવ્યો કે બેંક એકાઉન્ટમાંથી 90 હજાર રૂપિયા કપાઈ ગયાં છે. આ બાદ મહિલાએ તરત જ બેંક એકાઉન્ટને બ્લોક કરી દીધો. આ દરમિયાન મહિલાનાં એકાઉન્ટમાંથી કુલ 1,19,998 રૂપિયા ગાયબ થઈ ગયાં હતાં. વિક્ટિમ મહિલાએ આ અંગે પોલીસમાં ફરિયાદ કરી છે અને તપાસ ચાલી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે……