Abhayam News
AbhayamNews

ઓનલાઈન શિક્ષણથી વિદ્યાર્થી મળશે જાણો શું થઇ કેબીનેટની મીટીગ માં રજૂઆત.

ગુજરાતમાં 15મી ઓગસ્ટ સુધીમાં સ્કૂલો શરૂ કરવાની તૈયારી.

પ્રથમ તબક્કામાં ધો.9થી 12ની સ્કૂલો શરૂ થઈ શકે.

કેબિનેટની બેઠકમાં પ્રાથમિક ચર્ચા શરૂ કરવામાં આવી.

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર શાંત થઈ ગઈ છે અને હવે દૈનિક માત્ર 150 જેટલા જ કેસો આવી રહ્યા છે. તેમજ ધંધા-રોજગાર પણ પાટે ચડી ગયા છે. આમ રાજ્ય હવે સંપૂર્ણ અનલોક થવા તરફ જઈ રહ્યું છે. હવે રાજ્ય સરકાર શિક્ષણને પણ તબક્કાવાર અનલોક કરવા વિચારણા કરી રહી છે. સરકારે 15 ઓગસ્ટ સુધીમાં સ્કૂલો શરૂ કરવાની કવાયત શરૂ કરી છે.

આ અંગે આજે મળેલી કેબિનેટની બેઠકમાં પ્રાથમિક ચર્ચા શરૂ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે પણ દરેક રાજ્યો પાસે ઓફ લાઈન સ્કૂલો શરૂ કરવા અંગેનો રિપોર્ટ મંગાવ્યો છે.

ગત માર્ચમાં ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ત્રાટકતા રાજ્ય સરકારે શરૂઆતમાં 8 મનપા એટલે કે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર,જૂનાગઢ અને ગાંધીનગરમાં તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક સ્કૂલોમાં 19 માર્ચ-2021થી પ્રત્યક્ષ શિક્ષણકાર્ય બંધ કરવાનો નિર્ણય કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

આ પોલીસ ઇન્સ્પેક્ટરની ત્યાં ACBના દરોડામાં મળી આવકથી આટલા ટકા વધુ પ્રોપર્ટી..

Abhayam

તમે પણ બની શકો છો ડીપફેકનો શિકાર

Vivek Radadiya

અમદાવાદની ચાર ખાનગી પ્રાથમિક શાળાની માન્યતા રદ

Vivek Radadiya