Abhayam News
AbhayamNews

AAP પ્રમુખ ગોપાલ ઈટાલિયા સામે સુરતમાં 7 ફરિયાદ:-જાણો કારણ

રિપોર્ટ અનુસાર, 18 મે 2020ના રોજ સોશિયલ મીડિયા પર આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાની એક પોસ્ટ પર ઉમેશ મોરડીયા હિન્દુ પ્રજાપતિએ એક કમેન્ટ લખી હતી અને તેમાં તેમણે લખ્યું હતું કે, ગોપાલભાઈ મેળ પડે તો એક બ્લેન્ડર મળી જાય તેવું કરો, નવસારીના જલાલપુરમાં પાણીની સગવડ છે અને હાલ બે મિત્રો પણ મારી સાથે બેસવા વાળાને બ્લેન્ડર ના હોય તો IB પણ ચાલશે. ત્યારે ઉમેશ મોરિયા હિન્દુ પ્રજાપતિની કોમેન્ટનો જવાબ આપતા ગોપાલ ઇટાલિયાએ લખ્યું હતું કે, માજી બુટલેગર અને હાલમાં નવસારીના સાંસદ સી.આર. પાટીલનો સંપર્ક કરો, મેળ પડી જશે.

ગુજરાતમાં કોરોનાની મહામારી હોય કે પછી વાવાઝોડાની મુસીબત હોય પરંતુ, આ બધા વચ્ચે રાજકારણ અલગ-અલગ મુદ્દાઓ પર ગરમાય છે. વાવાઝોડાની પરિસ્થિતિ બાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર લોકોના પોતાના વિસ્તારના હાલચાલ પૂછવા માટે પોસ્ટ કરી હતી. આ પોસ્ટની નીચે ગોપાલ ઇટાલિયાએ કોમેન્ટના જવાબમાં ભાજપના પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સી.આર. પાટીલને માજી બુટલેગર કહ્યા હતા અને બસ આ જ કમેન્ટના કારણે ગોપાલ ઇટાલિયા સામે સુરતના અલગ-અલગ સાત જેટલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

સુરતના અડાજણ પોલીસ સ્ટેશનમાં પિયુષ કોરિયા, અમરોલી પોલીસ સ્ટેશનમાં કલ્પેશ દેવાણી, કતારગામ પોલીસ સ્ટેશનમાં કેતન કળથીયા, કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં વિપુલ સોરઠીયા, સરથાણા પોલીસ સ્ટેશનમાં દિનેશ દેસાઈ, પુણાગામ પોલીસ સ્ટેશનમાં દિનેશ ગોહિલ અને કામરેજ પોલીસ સ્ટેશનમાં યોગેશ પટેલ નામના વ્યક્તિઓએ ગોપાલ ઇટાલિયા સામે ફરિયાદ નોંધાવી છે.

ગોપાલ ઇટાલિયાએ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને સોશિયલ મીડિયા પર માજી બુટલેગર કહેતા ભાજપના કાર્યકર્તાઓમાં રોષ જોવા મળ્યો છે અને આ જ કારણે સુરતમાં સાત પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ વ્યક્તિઓ દ્વારા ગોપાલ ઇટાલિયા સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. સાયબર ક્રાઇમ અંતર્ગત અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં ગોપાલ ઇટાલિયા સામે ગુનો પણ પોલીસે નોંધ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

જાણો એક કોરોના વોરીયર્સની કહાની:-બીજાના માતા-પિતાની સેવા કરી હું મારા માતા-પિતાને સાચી શ્રદ્ધાંજલિ આપવા માગું છું:

Abhayam

એન્જેલો મેથ્યુસ ‘ટાઈમ આઉટ’

Vivek Radadiya

આ જિલ્લામાં સિંચાઇ માટે નર્મદાના પાણી પહોચાડવા 4369 કરોડના કામોને મંજૂરી..

Abhayam