Abhayam News
AbhayamNews

આણંદ:-એક પટેલ પરિવારના સભ્યની અમેરિકામાં થઇ હત્યા:- જુઓ કેવી રીતે?

અમેરિકામાં ગુજરાતીઓની હત્યાનો સિલસિલો હજુ પણ જારી છે. આણંદ જીલ્લા ના વધુ એક ગુજરાતીની અમેરિકા (America)માં લૂંટના ઈરાદાથી હત્યા કરવામાં આવી છે. મૃત્યુ પામનાર આણંદના ભાદરણના રહેવાસી છે. અમેરિકાના ન્યુયોર્કમાં આ ઘટના બની હતી. આણંદ જીલ્લાના ભાદરણના કિંશુક પટેલની ન્યૂયોર્કમાં લુંટફાટના ઈરાદે હત્યા કરવામાં આવી હતી. અજાણ્યા માણસ દ્વારા કીશુક પટેલની હત્યા કરીને સ્ટોરમાં લૂંટ કરાઈ હતી. પરંતુ અજાણ્યો શખ્સ અને ગુજરાતી કિંશુક પટેલ વચ્ચે મારામારી દરમિયાન માથામાં બોથર્ડ પદાર્થ વાગતા તેમનું મોત નિપજ્યું હતું.

આણંદના ભાદરણના કિંશુક પટેલ નામનો યુવાન અમેરિકાના ન્યુયોર્કમાં પરિવાર સાથે રહેતો હતો. અજાણ્યા શખ્સ સ્ટોર બંધ કરવાના સમયે લુંટફાટ ના ઈરાદા થી સ્ટોરમાં ઘૂસ્યા હતા. તે સમયે ગુજરાતી યુવાને તેમના સાથે બાથ ભીડતા મારામારી દરમિયાન અજાણ્યા લૂંટારુંઓએ તેના માથામાં બોથર્ડ પદાર્થ મારી હત્યા કરી હતી.

આ ઘટનાની વધુ જાણકારી મજબ, તે કીશુક પટેલ મૂળ આણંદના વતની હતાં અને વર્ષોથી અમેરિકામાં રહેતા હતાં. અમેરિકા માં વધુ એક ગુજરાતીની હત્યા કરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે. આણંદ જીલ્લાના ભાદરણના યુવાનની અમેરિકાના ન્યુયોર્કમાં લુંટફાટના ઈરાદે હત્યા કરાઈ છે. સ્ટોરમાં લૂંટફાટ ના ઇરાદે આવેલ અજાણ્યા યુવાનએ ગુજરાતી કિંશુક પટેલની હત્યા કરી સ્ટોરમાં લૂંટ ચલાવી હતી.

અમેરિકાના ન્યૂયોર્કમાં ભોગ બનેલા મૃતક યુવાનનું નામ કિંશુક હરેશભાઈ પટેલ છે. જેઓ છેલ્લા ઘણા વર્ષોથી પરિવાર સાથે અમેરિકામાં પોતાના પરિવાર સાથે રહેતાં હતાં. વિદેશોમાં પણ ગુજરાતીઓ સુરક્ષિત નથી, ત્યારે ત્યાં જતા તમામ લોકોના મનમાં ભય ઉદ્ભવતા હોઈ છે. હાલ લોકોને એક જ સવાલ છે કે ક્યાં સુધી ગુજરાતીઓની વિદેશી ધરતી પર હત્યા થતી રહેશે? અમેરિકામાં અજાણ્યા લૂંટારૂઓની નજર સૌથી વધુ ગુજરાતીઓ પર હોય છે. અમેરિકામાં વર્ષોથી સ્થાયી થયેલા ગુજરાતીઓ તેમના ટાર્ગેટ પર હોય છે. આવામાં વારંવાર અમેરિકામાં ગુજરાતીઓની સલામતી પર સવાલ ઉભા થતા હોય છે.

અત્યારે સૂત્ર દ્વારા અગાઉ પણ અમેરિકાના સાઉથ કારોલીનાના બ્લોકવિલમાં એક ગુજરાતી સાથે આવો જ બનાવ  બની ગયો હતો. અમેરિકાના બ્લેકવિલમાં સ્ટોર ધરાવતાં વિદ્યાનગરના રહીશ પર ગોળીબાર કરીને હત્યા કરીને લૂંટ ચલાવીને ભાગી ગયાં હતાં. જે બનાવ અંગે સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

CJI ચંદ્રચુડ અનામત પર શું કહ્યું?

Vivek Radadiya

ભાજપ ની હલકાઈ આવી સામે:-જાણો સમગ્ર ઘટના

Abhayam

સરદાર પટેલ પર ટિપ્પણી મામલે દેવાયત ખવડે માંગી માફી

Vivek Radadiya