Abhayam News
AbhayamNews

જાણો એક કોરોના વોરીયર્સની કહાની:-બીજાના માતા-પિતાની સેવા કરી હું મારા માતા-પિતાને સાચી શ્રદ્ધાંજલિ આપવા માગું છું:

કોરોનાને કારણે ગુજરાતની સ્થિતિ દિવસેને દિવસે બગડી રહી છે. ક્યાય ઓક્સીજન ઘટે છે તો ક્યાંક વેન્ટીલેટર, ક્યાંક દવાઓ નથી મળી રહી તો ક્યાંક બેડ જ નથી મળી રહ્યા. આવી કપરી પરિસ્થિતિનો સામનો કરતુ ગુજરાત હાલ ભગવાન ભરોશે જીવી રહ્યું છે. તેમાં પણ ગુજરાતમાં રાજકોટની સ્થિતિ સૌથી વધારે ખરાબ થઇ છે.

ગુજરાત રાજ્યમાં દરરોજ વધુમાં વધુ લોકો સંક્રમિત થઇ રહ્યા છે અને વધુમાં વધુ લોકો મોતને ભેટી રહ્યા છે. દરરોજ નવા રેકોર્ડ બની રહ્યા છે. ક્યાંક બેડ માટે દર્દીઓ લડત લડી રહ્યા છે તો ક્યાંક સારવાર માટે જીવન અને મોત વચ્ચે લડી રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટની સ્થિતિ સતત બગડી રહી છે. ત્યારે રાજકોટમાંથી એક સારા સમાચાર સામે આવી રહ્યા છે.

રાજકોટમાંથી એક હ્રદયસ્પર્શી ઘટના સામે આવી છે. હજુ તો માતા પિતા ગુમાવ્યાને થોડોક જ સમય થયો છે, છતાં જે વ્યવસાય સ્વીકાર્યો છે તેને સમર્પિત બની હાલની પરિસ્થિતિમાં અન્ય લોકોના માતા પિતાને મદદરૂપ બનવા સામેથી ડ્યુટી સ્વીકારી છે, પી.ડી.યુ. મેડિકલ કોલેજની બીજા વર્ષમાં અભ્યાસ કરતી અપેક્ષા મારડિયાએ.

અન્ય લોકોના માતા-પિતાને બચાવીને મારે મારા માતા-પિતાને સાચી શ્રદ્ધાંજલિ આપીશ
આ અંગે વાત કરતા અપેક્ષા મારડિયાએ જણાવ્યું કે, મારા માતા પિતા હવે આ દુનિયામાં રહ્યા નથી, જેનું મને ખુબ જ દુઃખ છે. આ દુ:ખને ભૂલાવીને પણ માનવજાત ઉપર આવી પડેલી આ વિકટ પરિસ્થિતિમાં હું અન્યોને મદદરૂપ થવા માંગુ છું. કોરોના સંક્રમણથી અન્ય લોકોના માતા – પિતાને બચાવીને મારે મારા માતા-પિતાને સાચી શ્રદ્ધાંજલિ આપવી છે.

અપેક્ષા મારડિયાએ વધુમાં જણાવ્યું કે, અનેક ગંભીર દર્દીઓનો અને તેમના પરિવારજનોનો જયારે મેડિકલ ટીમ પર ભરોસો છે, ત્યારે તેમની અપેક્ષા પરિપૂર્ણ કરવી જોઈએ, તેવું સમજી તા. 27 એપ્રિલથી સમરસ કોવીડ સેન્ટર પર ફરજ બજાવવાનું અપેક્ષાએ શરુ કરી દીધું છે. દર્દીઓના રિપોર્ટ્સ, ઓક્સિજન લેવલ ચેક કરવું, દવા આપવી, દર્દીના શિફટિંગ તેમજ અન્ય કામગીરીમાં મદદરૂપ બની રહી છે અપેક્ષા મારડિયા.

નાના ભાઈના ઘડતરની પણ મોટી જવાબદારી આવી ચડી છે.
તેનો પ્રથમ અનુભવ જણાવતા અપેક્ષા કહે છે કે, હાલમાં જ એક ગંભીર દર્દીને પી.ડી.યુ ખાતે શિફ્ટ કરવા સમયે દર્દીની સાથે એમ્બ્યુલન્સમાં સાથે જઈ દેખભાળ કરી, એટલું જ નહિ દર્દીને વેન્ટિલેર પર મુકાય ત્યાં સુધી મદદરૂપ બની. હાલ એ દર્દીની સ્થિતિ સારી છે. જે તેના માટે આનંદની ક્ષણો હોવાનું અપેક્ષા જણાવે છે.અપેક્ષાના પિતાજી ગત. તા. 6 એપ્રિલ અને માતા તા.10 એપ્રિલના રોજ કોરોનાના કારણે અવસાન પામતા તેના પર અપાર દુઃખ આવી પડ્યું, સાથે 10 માં ધોરણમાં ભણતા નાના ભાઈના ઘડતરની પણ મોટી જવાબદારી આવી ચડી છે.

ફરજ અદા કરી સાચા અર્થમાં કોરોના વોરિયર્સ સાબિત થઈ રહ્યા છે
આ કપરી પરિસ્થિતિમાં તેણી ધારત તો ફરજનો અસ્વીકાર કરી શકે તેમ હતી, પરંતુ તેણે ફરજને પ્રાથમિકતા આપી. દુઃખી રહેવાને બદલે દર્દીઓની સારવારમાં જીવ રેડી દીધો હોવાનું સમરસ અધ્યક્ષશ્રી ચરણસિંહ ગોહિલ અને સિનિયર ડોક્ટર્સની ટીમ જણાવે છે.

હાલ સમરસ ખાતે અનેક દર્દીઓની વચ્ચે ખુબ વિશ્વાસ અને હિંમતનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડી અપેક્ષા તેના કામમાં નિપુણતા મેળવી રહી છે. અપેક્ષા જેમ જ હાલ તબીબી વિદ્યાર્થીઓ જરૂરિયાતના સમયે દર્દીઓને બચાવવાની તેમની ફરજ અદા કરી સાચા અર્થમાં કોરોના વોરિયર્સ સાબિત થઈ રહ્યા છે.

Related posts

રામલલા માટે સરકાર વસ્ત્રોના પૈસા પણ નહોતી આપતી

Vivek Radadiya

એર ઇન્ડિયાના સર્વર પર સૌથી મોટો સાયબર એટેક:-વર્ષ 2011થી 2021 45 લાખ મુસાફરોના ડેટા હેક થયા..

Abhayam

GPSCની 4 પ્રિલિમ પરીક્ષા મોકુફ રખાઇ 

Vivek Radadiya