Abhayam News
AbhayamNews

ઈટાલીથી અમૃતસર આવેલી એર ઈન્ડીયાની ફ્લાઈટના 125 પ્રવાસીઓ કોરોના પોઝિટીવ….

દેશમાં હવે કોરોના આઉટ ઓફ કન્ટ્રોલ થઈ રહ્યો છે અને તેમાંય પાછું વિદેશથી આવી રહેલા બળતામાં ઘી હોમી રહ્યાં હોય તેમ કોરોના લઈને દેશમાં આવી રહ્યાં છે.

આવી જ એક ઘટનામાં ઈટાલીથી પંજાબના અમૃતસરમાં આવેલી એર ઈન્ડીયાની ફ્લાઈટમાં 125 યાત્રીઓ કોરોના પોઝિટીવ નીકળતા ચિંતા વધી છે. દેશમાં પહેલી વાર કોઈ ફ્લાઈટમાં આટલી મોટી સંખ્યામાં લોકો કોરોનો પોઝિટીવ નીકળ્યાં છે. 

અમૃતસર એરપોર્ટ ડિરેક્ટર વીકે શેઠે માહિતી આપતા જણાવ્યું કે એર ઈન્ડીયાની ઈટાલી-અમૃતસર ફ્લાઈટમાં 125 પ્રવાસીઓ કોરોના પોઝિટીવ નીકળ્યાં છે. અમૃતસર એરપોર્ટ પર તેમનો ટેસ્ટ કરાયો હતો જેમાં તેઓ પોઝિટીવ નીકળતા ક્વોરન્ટાઈન કરાયા છે..

દેશમાં મહામારી શરુ થઈ ત્યારથી માંડીને અત્યાર સુધી પહેલી વાર કોઈ ફ્લાઈટમાં આટલી મોટી સંખ્યામાં લોકો કોરોના પોઝિટીવ નીકળ્યાં છે.

આ તમામ લોકો વિદેશથી કોરોના લઈને આવ્યાં હોવાની શક્યતા નકારી ન શકાય. તમામ પ્રવાસીઓને અમૃતસરમાં ક્વોરન્ટાઈન કરી દેવાયા છે. 

અમૃતસર એરપોર્ટ પર એર ઈન્ડીયાની ફ્લાઈટના મુસાફરોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને તેમાં આટલી મોટી સંખ્યામાં પ્રવાસીઓ કોરોના પોઝિટીવ નીકળ્યાં હતા. કોરોના પોઝિટીવ થયેલા તમામ પ્રવાસીઓને ક્વોરોન્ટાઈન કરી દેવાયા છે..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

કેજરીવાલે ઝડપથી વેક્સિનેશન પૂરૂ કરવા માટે આપી આ ફોર્મ્યુલા..

Abhayam

પાટીદાર નેતા હાર્દિક પટેલના પિતાનું કોરોનાથી નિધન,

Abhayam

સોનું અસલી છે કે નકલી?

Vivek Radadiya