Abhayam News
AbhayamSports

National Games::2022માં ટેબલ ટેનિસમાં માનુષ-કૃત્વિકા મિક્સ ડબલ્સની ફાઈનલમાં

નેશનલ ગેમ્સ 2022 માં સુરત ખાતે રમાઇ રહેલ ટેબલ ટેનિસ પ્રતિયોગિતામાં ગુજરાતના સ્ટાર ટેબલ ટેનિસ ખેલાડી હરમિત દેસાઇએ સેમિફાઇનલ મુકાબલામાં તમિલનાડુના સાથિયાન જ્ઞાનસેકરનને 4-2 થી હરાવી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.

હરમીત દેસાઈએ કહ્યું હતું કે, દરેક ખેલાડીઓ ખૂબ જોશ પૂર્વક રમ્યા હતા અને આ સ્પર્ધા ખૂબ હાર્ડ રહી હતી. ઘર આંગણે રમવાની ખૂબ મજા આવી. થોડું પ્રેશર પણ ગેમ પહેલા હતું. જોકે, જીત મળતા ખૂબ ખુશી અનુભવું છું. અને આગામી સમયમાં ચીનમાં યોજાનારી સ્પર્ધામાં પણ સારો દેખાવ કરીશ તેવી મને આશા છે.

મૂળ સુરતના આર્મિત દેસાઈએ ગુજરાત તરફે ઘર આંગણે બે ગોલ્ડ જીતતા લોકોમાં ખુશીનું મોજુ જોવા મળ્યું.

નેશનલ ગેમ્સ 2022 (National Games 2022) માં સુરત ખાતે રમાઇ રહેલ ટેબલ ટેનિસ (Table Tennis) પ્રતિયોગિતામાં ગુજરાતના સ્ટાર પેડલર હરમિત દેસાઇએ (Harmeet Desai) સેમિફાઇનલ મુકાબલામાં તમિલનાડુના સાથિયાન જ્ઞાનસેકરનને 4-2 થી હરાવી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. હરમીતે અગાઉ પ્રતિયોગિતામાં પુરૂષોની ટીમ ઇવેન્ટમાં ગુજરાતને સુવર્ણ ચંદ્રક અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી

સુરતના ઈન્ડોર સ્ટેડિયમમાં પાંચ દિવસ સુધી ટેબલ ટેનિસની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના ટેબલ ટેનિસના ખેલાડીઓએ ભાગ લીધો હતો. 85 ખેલાડીઓમાં 43 મહિલાઓ અને 42 પુરૂષોએ ભાગ લીધો હતો. જેમાં સ્નેહિત,શ્રીજા અકુલા અને પ્રાપ્તિ સેન તથા સરથ કમલ, જી.સાથિયાન, મનિકા બત્રા, સૂતિર્થી મુખર્જી સહિતના ખેલાડીઓએ ભાગ લીધો હતો.

ગુજરાતના હરમીત દેસાઈએ મેન્સ સિંગલ્સની ક્વાર્ટરમાં મહારાષ્ટ્રના દીપિત પાટિલને ૪-૦થી અને ગુજરાતના માનુષ શાહે તેલંગણાના ફિડેલને ૪-૨થી પરાજીત કર્યો હતો. જી. સાથિયાને ગુજરાતના માનવ ઠક્કર સામે ૪-૧થી જીત હાંસલ કરી હતી. જ્યારે હરિયાણાના સૌમ્ય જીત ઘોષ સામેની મેચમાં શરથ કમલ ઈજાગ્રસ્ત બનીને ખસી ગયો ત્યારે તે ૨-૧થી પાછળ હતો. હવે સાથિયાન અને હરમીત ટકરાશે. જ્યારે માનુષનો મુકાબલો સૌમ્યજીત સામે થશે.

નેશનલ ગેમ્સ/ ટેબલ ટેનિસમાં માનુષ-કૃત્વિકા મિક્સ ડબલ્સની ફાઈનલમાં, આજે પાંચ  ગોલ્ડ મેડલ પર દાવ

મેન્સ સિંગલ્સ: હરમીત દેસાઈ (ગુજ) એ સૌમ્યજીત ઘોષ (હર) ને 11-8, 11-4, 11-7, 11-8 થી હરાવ્યું

મહિલા સિંગલ્સ: સુતીર્થ મુખર્જી (પશ્ચિમ બંગાળ) એ શ્રીજા અકુલા (ટેલ) 11-8, 11-7, 11-8, 12-14, 11-9 ને હરાવ્યું

મેન્સ ડબલ્સ: જીત ચંદ્ર/રોનિત ભાંજા (પશ્ચિમ બંગાળ) એ અર્જુન ઘોષ/અનિર્બાન ઘોષ (WB) 11-4, 11-3, 11-3 થી હરાવ્યું

મહિલા ડબલ્સ: (પશ્ચિમ બંગાળ) એ યશસ્વિની ઘોરપડે/કુશી વી 11-8, 11-5, 13-11 થી હરાવ્યું

મિક્સ ડબલ્સ: માનુષ શાહ/કૃત્વિકા સિન્હા રોય (ગુજ) એ એફઆર સ્નેહિત/શ્રીજા અકુલા (ટેલ) 11-8, 11-5, 11-6 ને હરાવ્યું.​​​​​​​

ગુજરાતની કૃત્વિકા સિન્હા રોય વિમેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઈનલમાં દિલ્હીની મનિકા બત્રા સામે ૨-૪થી હારતા બહાર ફેંકાઈ હતી. પશ્ચિમ બંગાળની સુતીર્થા મુખર્જી, મહારાષ્ટ્રની દીયા ચિતાલે અને તેલંગણાની શ્રીજા અકુલાએ અંતિમ ચારમાં પ્રવેશ મેળવ્યો હતો.

Related posts

ઉત્તરાયણ માટે અમદાવાદમાં ખાસ તૈયારી

Vivek Radadiya

સૌરાષ્ટ્રની સેવામાં…52 સંસ્થાઓથી બનેલી સેવા સંસ્થામાંથી આજ રોજ સૌરાષ્ટ્ર તરફ રવાના થયા સુરતનાં યોદ્ધાઓ…

Abhayam

જાણો:-હાર્દિક પટેલ એ રાજ્યના CM માટે કહ્યું કે…

Abhayam