Abhayam News
Abhayam

આધાર કાર્ડની આ જાણકારી ફક્ત એક જ વખત સુધારી શકશો

આધાર કાર્ડ

આધાર કાર્ડની આ જાણકારી ફક્ત એક જ વખત સુધારી શકશો આધાર કાર્ડ ભારતમાં સત્તાવાર ઓળખ પ્રમાણપત્ર તરીકે મહત્વપૂર્ણ છે, અને તે વ્યક્તિની ઓળખ ચકાસવા માટે એક મહત્વપૂર્ણ દસ્તાવેજ તરીકે કામ કરે છે. જો કે આધાર કાર્ડનો ઉપયોગ વિવિધ સેવાઓ અને સબસિડી માટે થઈ શકે છે, પરંતુ તેમાં રહેલી માહિતીને બદલવાની પ્રક્રિયા પર કેટલાક નિયંત્રણો છે.

આ માત્ર એક જ વાર બદલી શકાય

આધાર કાર્ડમાં જન્મતારીખ અને લિંગ સંબંધિત માહિતી માત્ર એક જ વાર બદલી શકાશે. આધાર કાર્ડમાં નામ બે વાર અપડેટ કરી શકાય છે. UIDAI અનુસાર, આધાર કાર્ડ ધારક હવે માત્ર બે વાર જ આધાર કાર્ડ પર પોતાનું નામ બદલી શકશે. આધાર કાર્ડમાંનું સરનામું ઘણી વખત અપડેટ કરી શકાય છે. સરનામું બદલવા માટે તમારે અમુક દસ્તાવેજો જેમ કે પાસપોર્ટ, રાશન કાર્ડ, વિકલાંગતા કાર્ડ (જો કોઈ હોય તો), કેન્દ્ર સરકાર/રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ SC/ST/OBC પ્રમાણપત્ર, સરનામાના પુરાવા તરીકે વીજળી બિલ અથવા પાણીનું બિલ અપલોડ કરવાની જરૂર છે.

આધાર કાર્ડ

ત્રણ કરતા વધુ વખત ફેરફારો માટે અહીં જવું પડશે

ત્રીજી વખત તમારું નામ અપડેટ કરવા માટે તમે આધાર કેન્દ્રની મુલાકાત લઈને તેને અપડેટ કરી શકો છો. આ પછી તમે અપવાદ હેઠળ અપડેટની મંજૂરી માટે UIDAIની સંબંધિત પ્રાદેશિક કચેરીનો સંપર્ક કરી શકો છો. આ નિયમ આધાર કાર્ડની માહિતીનો દુરુપયોગ ન થાય તેની ખાતરી કરવામાં મદદ કરે છે અને તે વ્યક્તિની ઓળખને મજબૂત બનાવે છે. આધાર કાર્ડ સાથે સાવચેત રહેવું અત્યંત જરૂરી છે અને તેની સુરક્ષા હંમેશા જાળવવી જોઈએ. તમારે તમારું આધાર કાર્ડ અને તેની સંબંધિત માહિતી ક્યારેય પણ કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે શેર કરવી જોઈએ નહીં. ખાસ કરીને આધાર કાર્ડને લઈને મોબાઈલ પર મળતા OTP. આ તમારી અંગત માહિતીને સાર્વજનિક કરી શકે છે, જેનાથી તમારા નુકસાનની શક્યતા વધી જાય છે.

આધાર કાર્ડની આ જાણકારી ફક્ત એક જ વખત સુધારી શકશો

UIDAI એ મફત આધાર અપડેટ કરવાની સમયમર્યાદા 3 મહિના સુધી લંબાવી છે. 14 ડિસેમ્બર સુધી આધારકાર્ડને ફ્રીમાં અપડેટ કરી શકો છો. અગાઉ આ સમયમર્યાદા 14 જૂન સુધી હતી, પરંતુ તેને 3 મહિના વધારીને 14 સપ્ટેમ્બર કરવામાં આવી હતી.

આધાર કાર્ડ

યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) દ્વારા જારી કરાયેલા આ નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, “વધુમાં વધુ લોકોને આધાર સાથે સંબંધિત તેમના દસ્તાવેજો અપડેટ કરવા પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્યથી, પોર્ટલ દ્વારા, આધારમાં તેમના દસ્તાવેજોને અપડેટ કરી શકાય છે. મફત અપડેટ કરવાની સુવિધા 14 સપ્ટેમ્બર સુધી પૂરી પાડવામાં આવી હતી. આ અંગે નાગરિકોના સકારાત્મક પ્રતિસાદને જોતા હવે આ સુવિધાને વધુ ત્રણ મહિના એટલે કે 15 સપ્ટેમ્બરથી 14 ડિસેમ્બર સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેથી, પોર્ટલ દ્વારા દસ્તાવેજોના મફત અપડેટની સુવિધા હવે 14 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

સુરત:-માનવતા હજુ મરી પરવારી નથી:-વાંચો સમગ્ર અહેવાલ તમે પણ ચોકી જશો..

Abhayam

સપ્તાહમાં માત્ર 3 દિવસ કામ : Bill Gates

Vivek Radadiya

એક લાખ નોકરી આપશે અદાણી

Vivek Radadiya