‘આપ’ ધારાસભ્ય ચૈતર વસાવા પર કેસ વનકર્મીઓને ધમકાવવાના મામલે ઘણા સમયથી ફરાર ‘આપ’ ધારાસભ્ય ચૈતર વસાવા પર કરવામાં આવેલ કેસ મુદ્દે તેમના પત્નીએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.મીડિયા સમક્ષ નિવેદન આપતા વર્ષાબેન વસાવાએ કહ્યું હતું કે ચૈતર વસાવાની લોકપ્રિયતામાં પણ ખૂબ જ વધારો થઈ રહ્યો છે જે હાલની સરકાર જોઈ નથી શકતી
નર્મદા : વનકર્મીઓને ધમકાવવાના મામલે ઘણા સમયથી ફરાર ‘આપ’ ધારાસભ્ય ચૈતર વસાવા પર કરવામાં આવેલ કેસ મુદ્દે તેમના પત્નીએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. આવનારી લોકસભા ચૂંટણીમાં ચૈતરભાઈ વસાવા ભરૂચથી ચૂંટણી લડે તો જીતી શકે એમ છે માટે ભાજપ તેમનાથી ડરી ગઈ છે તેમ વર્ષાબેન વસાવાએ કહ્યું હતું.
‘આપ’ ધારાસભ્ય ચૈતર વસાવા પર કેસ
મીડિયા સમક્ષ નિવેદન આપતા વર્ષાબેન વસાવાએ કહ્યું હતું કે ચૈતર વસાવાની લોકપ્રિયતામાં પણ ખૂબ જ વધારો થઈ રહ્યો છે જે હાલની સરકાર જોઈ નથી શકતી માટે તેમને ફસાવવામાં આવ્યા છે. તેમને ઉમેર્યું હતું કે ચૈતરભાઈના બીજા પત્ની શકુંતલાબેનનો કોઈ જ વાંક નથી છતાં તેઓ જેલમાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે