Abhayam News
AbhayamGujarat

‘તારક મહેતા..’ શૉ કેમ ડિરેક્ટરે છોડી દીધો?

Why did the director leave the 'Tarak Mehta..' show?

‘તારક મહેતા..’ શૉ કેમ ડિરેક્ટરે છોડી દીધો? તાજેતરમાં જ રોશનની ભાભીનું પાત્ર ભજવતી જેનિફર મિસ્ત્રીએ શૉના નિર્માતા અસિત મોદી પર ગંભીર આરોપો લગાવ્યા હતા. જે બાદ પ્રિયા આહુજાએ પણ મેકર્સ વિશે ઘણા ખુલાસાઓ કર્યા હતા. હવે પ્રિયા આહુજાએ ફરી એકવાર તેના પતિ અને એક સમયના શૉના ડિરેક્ટર માલવ રાજડાને લઈને નિવેદન આપ્યું છે. 

Why did the director leave the 'Tarak Mehta..' show?

‘શૉમાં મારા ટ્રેકની જવાબદારી માલવની ન હતી.’
પ્રિયાએ કહ્યું કે , ‘હું જ્યારે પહેલી વખત માલવને મળી ત્યારથી જ તે આ શૉનો હિસ્સો હતા. માલવ મને આ શૉ પર નથી લાવ્યા અને એટલા માટે શૉમાં મારા ટ્રેકની જવાબદારી એમની નથી, મેં હંમેશા ઘણી વસ્તુઓને કિસ્મત અને હાર્ડવર્ક પર છોડી દીધી છે. બાકી શૉ અંગેના નિર્ણય નિર્માતાઓ કરે છે.’

‘તારક મહેતા..’ શૉ કેમ ડિરેક્ટરે છોડી દીધો?

Why did the director leave the 'Tarak Mehta..' show?

ડિરેક્ટર માલવે આ કારણે છોડ્યો શૉ
વાતચીત દરમિયાન પ્રિયાએ માલવને શૉ છોડવા અંગે પણ નવા ખુલાસા કર્યા હતા. તેણે કહ્યું,’દરેક વ્યક્તિનો સારો-ખરાબ સમય આવે છે.   પણ, સમસ્યા ત્યારે ઊભી થાય છે જ્યારે કામ અને તેના ટેન્શન   ઘરે આવવા લાગે છે. માલવ સાથે પણ આવું જ થયું છે. એટલે મેં માલવને કહ્યું કે આ આપણી લાઈફ પર અસર કરી રહ્યું છે. આપણે એકબીજાને પ્રેમ કરીએ છીએ અને સહવે તમારે આ કામ છોડી દેવું જોઈએ. આવું કામ કરવા કરતાં તો ઘરમાં રહેવું વધુ સારું છે. બહારથી નકારાત્મકતા ઘરમાં આવી રહી છે જે સારી વાત નથી. માલવ પણ સમજી ગયા કે તેનું કામ કેવી રીતે તેના પર નકારાત્મક અસર કરી રહ્યું છે.’

‘.. કારણ કે હું ડિરેક્ટરની પત્ની હતી.’
પ્રિયાનું કહેવું છે કે તે ડિરેક્ટરની પત્ની હોવાને કારણે તેને શૉ પર ઘણું સહન કરવું પડતું હતું. પ્રિયાના શબ્દોમાં,’હું ખૂબ જ નિરાશ છું. શરૂઆતમાં ટ્રેક સારી રીતે ચાલી રહ્યો હતો, પરંતુ પછી મને લાગ્યું કે મને અવોઈડ કરાઈ રહી છે. આ એટલા માટે થઈ રહ્યું હતું, કારણ કે હું ડિરેક્ટરની પત્ની હતી. મેં અસિત મોદીને કહ્યું કે એક કલાકાર તરીકે હું શૉમાં કામ કરવા ઈચ્છું છું.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

શેરબજારમાં સતત ત્રીજા દિવસે ઘટાડો, માર્કેટની મજા બગાડવામાં આ શેરનો મોટો હાથ, જાણો વિગત

Vivek Radadiya

6 વિદ્યાર્થીઓએ ઉત્તરવહીમાં મિત્રની પ્રેમ કહાની લખી

Vivek Radadiya

સુરત:-Cyss દ્વારા યુનિવર્સિટી વિરુદ્ધ ઉગ્ર આંદોલન..

Abhayam