Abhayam News
AbhayamGujaratSurat

6 વિદ્યાર્થીઓએ ઉત્તરવહીમાં મિત્રની પ્રેમ કહાની લખી

6 students wrote a friend's love story in the answer book

6 વિદ્યાર્થીઓએ ઉત્તરવહીમાં મિત્રની પ્રેમ કહાની લખી કોઈ પણ વિદ્યાર્થી કોઈ પણ કિંમતે પરીક્ષાઓમાં ફેલ થવા ઇચ્છતા ન હોય. જેથી તેઓ નતનવા પેતરા અપનાવે છે. પેપરમાં રોકડ મુકવાના અથવા શિક્ષકને પાસ કરાવી દેવા માટે કાકલુદી કરવાના કિસ્સાઓ તો અનેક સામે આવતા હોય છે પરતું સુરતમાંથી એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. જ્યાં વિદ્યાર્થીઓએ પેપરમાં પ્રેમ કહાની લખીને પ્રોફેસરોને ગાળો ભાંડી છે. જેને લઈને ભારે ચર્ચા જાગી છે.

6 students wrote a friend's love story in the answer book

 રૂ. 500ની પેનલ્ટી કરાઈ

મળતી માહિતી અનુસાર સુરતની VNSGUની પરીક્ષામાં વિદ્યાર્થીઓએ પેપરમાં પ્રેમ કહાની લખી હોવાનું સામે આવ્યું છે. બીકોમ અને બીએની પરીક્ષાના પેપરોમાં મિત્રોની પ્રેમ કહાની લખી હોવાનું સામે આવ્યું છે. વિદ્યાર્થીઓએ માત્ર પ્રેમ કહાની નહીં પણ પ્રોફેસરઓને ગાળો પણ આપી હોવાનું સામે આવ્યું છે. સુરતની VNSGUની પરીક્ષામાં 6 વિદ્યાર્થીએ ઉત્તરવહીમાં મિત્રની પ્રેમ કહાની, આચાર્યો અને પ્રોફેસરો માટે ગાળો લખી હતી..

6 students wrote a friend's love story in the answer book

6 વિદ્યાર્થીઓને શૂન્ય માર્ક્સ આપી રૂપિયા 500ની પેનલ્ટી કરાઈ

 જ્યારે શિક્ષકે પેપર ચેક કર્યા ત્યારે સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો. શિક્ષકો પેપર ચેક કરી રહ્યાં હતા ત્યારે ઉત્તરવહીમાં મિત્રની પ્રેમ કહાની, આચાર્યો અને પ્રોફેસરો માટે ગાળો લખેલી જોવા મળતા ચોંકી ગયા હતા. જે મામલો ઉચ્ચકક્ષાએ પહોચતા હાલ તો તમામનું મેડિકSલ પ્રોફેસરોની હાજરીમાં હિયરિંગ કરવામાં આવ્યું હતું.

વિદ્યાર્થીઓએ પોતાની ભૂલ કબૂલી લેખિતમાં માફી માંગી

બાદમાં કોલેજ દ્વારા આ 6 વિદ્યાર્થીઓને શૂન્ય માર્ક્સ આપી રૂ. 500ની પેનલ્ટી આપવામાં આવી છે. આ સાથે જ વિદ્યાર્થીઓએ પોતાની ભૂલ કબૂલી લેખિતમાં માફી માંગી હતી. જને લઇને સુરતની VNSGUની પરીક્ષામાં વિદ્યાર્થીઓએ પેપરમાં લખેલી પ્રેમકહાની અને આચાર્યો અને પ્રોફેસરો માટે ગાળો લખેલી ઘટના સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. બીજી તરફ વિદ્યાર્થીઓએ પોતાની ભૂલ કબૂલી લેખિતમાં માફી માંગી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

‘વાર્ષિક સાહસ પ્રવાસન સંમેલન 2023’, જાણો વિશેષતાઓ ને થીમ વિશે

Vivek Radadiya

કોણ છે લખબીર સિંહ લાંડા?

Vivek Radadiya

મનુષ્યને ચંદ્ર પર મોકલવાનો PM મોદીનો પ્લાનિંગ

Vivek Radadiya