વોટ્સએપ લાવી રહ્યુ છે નવુ ફિચર દેશ- દુનિયામાં મોટાભાગના લોકો વોટ્સએપનો ઉપયોગ કરતા હોય છે. જેના પગલે કંપની દિવસે દિવસે નવા નવા ફિચર લાવતી હોય છે. વોટ્સઅપનો ઉપયોગ પ્રોફશનલની સાથે સાથે પર્સનલ ઉપયોગ માટે પણ મહત્તવનું સોશિયલ મીડિયો એપ્લિકેશન છે.જેના પગલે વોટ્સઅપમાં દિવસે દિવસે નવા ફિચર આવતા હોય છે. તો આજે અમે તમને આગામી સમયમાં આવનાર નવા ફિચર વિશે વાત કરીશું.
વોટ્સએપ પર કોઈ પણ વ્યક્તિ સાથે વાત કરવી હોય તો તેનો ફોન નંબર હોવા આવશ્યક છે. તમારા પાસે કોઈ વ્યક્તિનો નંબર હોય તો જ તમે તે વ્યક્તિ સાથે સરળતાથી કનેક્ટ રહી શકો છો.
WhatsApp આ પ્રક્રિયાને સરળ બનાવવા માટે નવું ફિચર લાવવા જઈ રહી છે. જેમાં તમે નંબર વગર પણ એકબીજા સાથે કનેક્ટ થઈ શકશો.
વોટ્સએપ લાવી રહ્યુ છે નવુ ફિચર
યુઝરનેમ એટલે કે દરેક વોટ્સએપ યુઝરનું યુનિક યુઝરનેમ હશે. જેને સર્ચ કરવાથી સામેની વ્યક્તિ તમારી સાથે સીધો કનેક્ટ કરી શકાશે. યુઝરનેમ આવ્યા બાદ તમારે તમારો મોબાઈલ નંબર શેર કરવાની જરૂર નહીં રહે.
આ ફીચર ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર તેમજ અન્ય સોશિયલ મીડિયામાં જે રીતે યુઝરનેમની રીતે જ કામ કરશે.જો કે મીડિયા રિપોર્ટસ અનુસાર વોટ્સએપ લોકોની માહિતીને વધુ ગોપનીય રાખવા માટે આવ ફિચર લાવી રહી છે.
જો કે હાલમાં જ વોટ્સએપે યુઝર્સ માટે સિક્રેટ કોડ ફીચર બહાર પાડ્યું છે. તેની મદદથી, વપરાશકર્તાઓ તેમની ગુપ્ત ચેટ્સને પાસવર્ડ વડે સુરક્ષિત કરી શકે છે જે તેમના લૉકસ્ક્રીન પાસવર્ડથી અલગ હશે.
નવા ફીચર પછી તમારુ વોટ્સએપ લોકેશન રહેશે ખાનગી
સ્કેમર્સ અથવા હેકર્સ IP એડ્રેસની મદદથી તમારી સર્ચ હિસ્ટ્રી, શોપિંગ વગેરેની જાણકારી એકત્ર કરી શકતા હતા. પરંતુ નવા ફીચર પછી તમારા વોટ્સએપ કોલ કંપનીના સર્વર દ્વારા બીજી વ્યક્તિ સુધી પહોચશે, તેનાથી તમારા લોકેશન જાહેર નહી થાય અને તમારી પ્રાઈવસીને પણ કોઈ નુકસાન નહી પહોચાડી શકે.
કેવી રીતે કરશો નવા ફીચરને ઓન
‘પ્રોટેક્ટ આઈપી એડ્રેસ ઈન કોલ’ ઓન કરવા માટે સૌથી પહેલા તમારે વોટ્સએપમાં સેટિંગમાં જઈને પ્રાઈવસીની અંદર એડવાન્સના ઓપ્શનમાં જવાનું રહેશે. અહીંથી તમે આ ઓપ્શનને ઓન કરી શકશો. ધ્યાન રહે કે, આ ફીચરને ઓન કરવા માટે વોટ્સએપ કોલમાં થોડીવાર અથવા કોલ ક્વોલિટી પર અસર પડી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે
2 comments
Comments are closed.