યુરિયા ખાતરની અછતને લઈ રાઘવજી પટેલનું નિવેદન રાજ્યમાં યુરિયા ખાતરની અછતને લઈ વિવિધ સ્થળોથી રાડ સામે આવી રહી છે. જે મામલે કૃષિમંત્રીનું નિવેદન સામે આવ્યું છે. કૃષિ મંત્રીએ જણાવ્યું કે, રાજ્યમાં યુરિયા ખાતરની કોઇ અછત જણાતી નથી. યુરિયા અછતનો કોઇ પ્રશ્ન હશે તો નિરાકરણ લાવીશું
કોડિનારમાં ખાતરની અછત
યુરિયા ખાતરની અછતને પગલે કોડીનાર તાલુકાના ખેડૂતો રોષે ભરાયા છે. યુરિયા ખાતરની અછતને લઈ રાઘવજી પટેલનું નિવેદન શિયાળુ પાકુનું વાવેતર થઈ રહ્યું છે ત્યારે વર્તમાન સમયમાં પાયાના ખાતર તરીકે યુરિયા ખાતરને ખેડૂતો પ્રાથમિકતા આપી રહ્યા છે. પરંતુ સમયસર ખાતર નહીં મળતા હવે ખેડૂતો ઉગ્ર બની રહ્યા છે
તાત્કાલિક યુરિયા ખાતર પુરૂ પાડે તેવી માંગ
ગીર સોમનાથનામાં યુરિયા ખાતર પુરૂ પાડવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું છે. કોડીનારના ખેડૂત મંડળોએ આવેદનપત્ર પાઠવી પુરતો ખાતર મળી રહે તેવી માંગ પણ કરી છે. જરૂર પડે ત્યારે ખાતર ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. સરકાર તાત્કાલિક યુરિયા ખાતર પુરૂ પાડે તેવી માંગ ખેડૂતો કરી રહ્યાં છે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે