Abhayam News
AbhayamNews

આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને ફોન પર કહેવાયુ ભાજપમાં આવી જાવ તમારી અનેક લોન ચાલે છે,એ ભરી દઈશું…

સુરત આમ આદમી પાર્ટી તરફથી ભાજપ પર મસમોટા આક્ષેપ કરવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટી- વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરી તરફથી એક પત્રકાર પરિષદનું સુરતમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોતાના પક્ષના કોર્પોરેટરને બોલાવીને ખરીદવા માટે ભાજપ લાલચ આપે છે એવા આક્ષેપ કરવામાં આવ્યા છે.

આમ આદમી પાર્ટીના એક કોર્પોરેટર અને બે મહિલા કોર્પોરેટર પર એક જ વ્યક્તિના નંબર પરથી ફોન કરવામાં આવ્યો હોવાના મુદ્દાઓ સામે આવ્યા છે.

તેણે કહ્યું કે ભાજપનું ભાવિ સારૂ છે. આપનું કોઈ ભવિષ્ય નથી. તમારા દિગ્ગજ નેતાઓએ પાર્ટી છોડી દીધી છે તમે પણ હવે એને છોડી દો. અમે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરને ખરીદી લઈશું. તમારી અનેક એવી લોન ચાલી રહી છે.

તમારી દરેક માંગણી અને જવાબદારી અમે પૂરી કરીશું. આમ આદમી પાર્ટી છોડો. મેં એને સ્પષ્ટ ભાષામાં કહ્યું કે, લોકશાહીમાં અમારા મતદારોએ અમારા પર વિશ્વાસ મૂકીને મત આપ્યા છે.

વિશ્વાસઘાત હું એમની સાથે ક્યારેય નહીં કરૂ તેમણે મને ચોખ્ખી લાલચ આપી છે. આ ખોટો પ્રયાસ છે ભાજપનો. અમે ક્યારેય અમારા મતદારોનો વિશ્વાસ નહીં તોડીએ.

ત્રણેય કોર્પોરેટરને ભાજપમાં જોડાઈ જવા લાલચ આપવામાં આવી હતી. આમ આદમી પાર્ટીના સક્રિય કોર્પોરેટર વોર્ડ નંબર-3, રચના હિરપરા વોર્ડ નંબર- 17 અને કુંદન કોઠીયા વોર્ડ નંબર- 4ના કોર્પોરેટર ઉપર વોટ્સઅપ કોલ આવ્યો હતો.

જેમાં લાંબી એવી ચર્ચા થઈ હતી. એવું પણ કહેવાયું કે, આમ આદમી પાર્ટીના મુખ્ય બે નેતાઓ ભાજપમાં જોડાઈ ગયા છે.

હવે અસ્તિત્વ આ પાર્ટીનું રહ્યું નથી. એટલે તમે પણ આ પાર્ટી છોડીને ભાજપમાં જોડાઈ જાવ.

આ પ્રકારની વાત કરી હતી. એક જ નંબરમાંથી ત્રણ કોર્પોરેટરને ફોન આવતા વિપક્ષ નેતાએ આ અંગેનો ખુલાસો પત્રકાર પરિષદમાં કર્યો છે. મહેશ અણઘણે કહ્યું કે, મારા પર કોલ આવ્યો હતો.

આ અંગે ભાજપ શહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરાને પૂછ્યું તો જાણવા મળ્યું કે, કોણે ફોન કર્યો કોના નંબર પરથી ફોન કર્યો એની અમને કોઈ જાણકારી નથી. અમે આવી કોઈને સૂચના આપીએ એવો કોઈ પ્રશ્ન ઊભો થતો નથી.

માત્ર કોઈ ફોન કરે અને ભાજપ કોર્પોરેટરને ખરીદવા પ્રયાસ કરે છે એવું કહેવાય એ વાતમાં તથ્ય નથી. જે તથ્ય છે એ સામે મૂકવા જોઈએ. ખોટી આક્ષેપબાજી કરવા કરતા. ફોન કરનાર કોણ છે એની પણ સંપૂર્ણ વિગત આપવી જોઈએ.

અમારી પાર્ટીના બે મહિલા કોર્પોરેટરને પણ આવી રીતે કોલ કરીને લાલચ અપાઈ છે. ભાજપમાં જોડાઈ જવા માટે કહેવામાં આવ્યું. પૈસાના જોરે ભાજપ સત્તા મેળવવા માટે પ્રયાસ કરી રહી છે. આપના કોર્પોરેટર રચના હીરપરાએ કહ્યું કે, મને બે વાગ્યા આસપાસ અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે મને કહ્યું કે,ભાજપના કોર્પોરેટરની સ્થિતિ જુવો અને તમારી સ્થિતિ જુવો, એક વર્ષમાં તમે શું મેળવ્યું? આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં આવી જાવ. એવી વાત કરી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના મતદાન દરમિયાન પણ મને આવો એક કોલ આવ્યો હતો. અત્યાર સુધીમાં મને આવા બે કોલ આવેલા છે. પણ અમે મતદારોનો અમારા પરથી વિશ્વાસ તૂટવા નહીં દઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

રાજકોટ પોલીસ કમિશ્નરનું ઓચિંતું ટ્રાફિક ચેકીંગ, મોબાઈલમાં વ્યસ્ત દેખાતા આટલા ટ્રાફિક બ્રિગેડને કરી દીધા ફરજ મુક્ત..

Abhayam

સુરતમાં બનેલી ભગવાન રામની ટોપી અયોધ્યાવાસી પહેરશે

Vivek Radadiya

ઑફલાઇન શિક્ષણ બંધ થતાં બાળકો વાંચવાની ટેવ ભૂલે નહીં તે માટે સ્કૂલ પ્રિન્સિપાલનું અનોખું અભિયાન..

Abhayam