Abhayam News
AbhayamNews

વડોદરા: મેમુ ટ્રેનના ડબ્બામાં લાગી અચાનક આગ, આગનું કારણ અકબંધ..

અચાનક રેલવે યાર્ડમાં રહેલા ડબ્બા આગ ભભૂકી, સદનસીબે આગમાં કોઈ જાનહાનિ નહી, ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો

વડોદરામાં આવેલા રેલવે યાર્ડના ડબ્બામાં આગની ઘટના સામે આવી. અચાનક રેલવે યાર્ડમાં રહેલા ડબ્બા આગ ભભૂકી હતી જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાતો હતો..રેલવે દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો..જોકે સદનસીબે આગમાં કોઈ જાનહાનિ પહોંચી નથી,

પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી પરતું આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું અનુમાન કરાઈ રહ્યું છે, આગને કારણે મેમુ ટ્રેનના ત્રણ ટબ્બા બળીને ખાખ થઈ ગયા છે. સમગ્ર મામલે હાલ રેલવે દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે..


મહત્વનું છે કે અગાઉ પણ અલકાપુરી ગરનાળામાં શોર્ટ સક્રિટના કારણેઆગની ઘટના સામે આવી હતી.આગ લાગતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગને લઈ સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી સર્જાઈ હતી.ભારે જહેમત ફાયર બ્રિગ્રેડ દ્વારા આગ કાબૂમાં લેવાઈ હતી..આગને પગલે રેલવે સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિકજામ થઇ ગયો હતો અને અલકાપુરી અને સયાજીગંજ વિસ્તારને જોડતુ ગરનાળુ વાહન વ્યવહાર માટે બંધ થઇ ગયું હતું.

જોકે આગ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું ત્યારે વધુ એક વખત વડોદરામાં આગની ઘટના સામે આવી છે. જેમાં રેલવે યાર્ડના ડબ્બમાં આગ લાગી હતી પરતું ફાયર દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

PM મોદી આજે નમો ભારત રેપિડ ટ્રેનનું કરશે ઉદ્ધાટન, મેટ્રો અને મોનો રેલથી કેટલી છે અલગ? જાણો RRTSની ખાસિયતો

Vivek Radadiya

દુનિયાનો ત્રીજો સૌથી મોટો ડાયમંડ આ દેશમાંથી મળ્યો , જાણો આટલા કેરેટનો છે..

Abhayam

ગાંધીનગર : AAP ના કાર્યકરોએ કર્યું એવું કામ કે ભાજપનાં મેયર શોભાના ગાંઠિયા સાબિત થયાં, લોકોમાં ભાજપ સામે ઉગ્ર આક્રોશ

Kuldip Sheldaiya

1 comment

Comments are closed.