Abhayam News
Abhayam News

500ને બદલે DAP ખાતર પર આટલા રૂપિયા મળશે સબસિડી:-ખેડૂતો માટે ખુશીના સમાચાર.

કોરોના સંક્રમણને કાબુમાં લેવા માટે રાજ્ય સરકાર દ્વારા કેટલાક પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યા છે. તેના કારણે પણ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી તરફ મોંઘવારીમાં વધારો થઈ રહ્યો છે. ખેડૂતો દ્વારા વપરાશ કરવામાં આવતા ખાતરના ભાવમાં 58 ટકાથી 46 ટકાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. તેથી દેશના ખેડૂતોમાં આ બાબતે રોષ જોવા મળ્યો હતો અને ખેડૂતોએ આ ભાવ વધારો તાત્કાલિક અસરથી પાછો ખેંચવામાં આવે તેવી માગણી કરી હતી. સરકાર દ્વારા ભાવ વધારો પાછો ખેંચવામાં આવ્યો નથી..

ખેડૂતોને ખાતર પર આપવામાં આવતી સબસીડી વધારી દેવામાં આવી છે. પહેલા ખેડૂતોને ખાતર પર 500 રૂપિયાની સબસિડી આપવામાં આવતી હતી પરંતુ, હવે 1200 રૂપિયા સબસિડી આપવામાં આવશે.

રિપોર્ટ અનુસાર, કેન્દ્ર સરકાર દ્વારા DAP ખાતરને લઇને ખેડૂતોને મોટી રાહત આપવામાં આવી છે. આ માહિતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે પોતાના ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને આપી હતી. આ ટ્વીટમાં લખવામાં આવ્યું હતું કે, સરકાર ખેડૂતોના જીવનને સારું બનાવવા માટે પ્રતિબદ્ધ છે. એટલા માટે આંતરરાષ્ટ્રીય કિંમતમાં વધારો થયો હોવા છતાં પણ અમે ખેડૂતોને જુના ભાવો પર ખાતર આપવાનો નિર્ણય કર્યો છે અને આજના નિર્ણય બાદ DAP ખાતરની એક થેલી 2400 રૂપિયાના બદલે 1200 રૂપિયામાં મળશે.

મહત્ત્વની વાત છે કે, છેલ્લા બે વર્ષથી કુદરતી આફતોના કારણે રાજ્યના ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ક્યારેક વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકશાન થાય તો ક્યારેક પાકના ભાવ બરાબર ન મળતા ખેડૂતોને નુકસાનીનો સામનો કરવો પડે છે. તેવામાં ખાતરના ભાવ વધતાં ખેડૂતોને પડ્યા પર પાટુ લાગ્યું હતું પણ હવે કેન્દ્ર સરકારે ખેડૂતોને ખાતરના ભાવમાં રાહત આપતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

સુરતના 6 નર્સિંગના વિદ્યાર્થીઓનું એઈમ્સમાં સિલેક્શન…..

Abhayam

રેમડેસિવિરના કાળાબજાર: સુરતમાં ઈન્જેક્શન બ્લેકમાં વેચતા ડોક્ટર સહિત ચાર ઝડપાયા, એક ડોક્ટર વોન્ટેડ

Abhayam

અમદાવાદની આ સ્પેશિયલ ટ્રેનો ‘યાસ’ વાવાઝોડાને કારણે રદ્દ..

Abhayam

Leave a Comment