Abhayam News
AbhayamSocial Activity

સુરતનાં મિત્રો દ્વારા LPG ગેસથી ચાલતા 22 જનરેટરો સૌરાષ્ટ્રની સેવામાં..

વાવાઝોડાના કારણે ઉભા થયેલા સંકટની સામે સૌરાષ્ટ્રના લોકો ઝઝૂમી રહ્યા છે. પીવાના પાણીની પણ વ્યવસ્થા ત્યારે થઈ રહી નથી અને દિવસેને દિવસે લોકોની હાલાકી વધી રહી છે. સૌરાષ્ટ્રમાં જીવન રાબેતા મુજબ થાય તે માટે તમામ પ્રયાસો વહીવટી તંત્ર દ્વારા પણ કરવામાં આવી રહ્યા છે.

તાઉ-તે વાવાઝોડાના કારણે સમગ્ર સૌરાષ્ટ્રમાં વીજ પુરવઠો ખોરવાયો છે. તેને કારણે જનજીવન ઉપર તેની સીધી અસર જોવા મળી રહી છે. 

 સૌરાષ્ટ્રની દયનીય સ્થિતિમાં લોકોની વ્હારે આવી રહી છે. વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વીજ પુરવઠો સદંતર રીતે બંધ થઈ ગયો છે. જે ફરી શરૂ થતા ઘણો સમય લાગી શકે છે. સૌરાષ્ટ્રવાસીઓ ખાસ કરીને ઉના, ગીર ગઢડા જેવા ગામોમાં સ્થિતિ ખૂબ ખરાબ થઈ છે. વીજ પુરવઠો બંધ થવાના કારણે પીવાના પાણીની પણ હાલાકી થઈ રહી છે, એટલું જ નહીં લોટ દળવાની ઘંટીઓ પણ બંધ હોવાના કારણે લોકોને અનાજ હોવા છતાં લોટ દળીને તેનો ઉપયોગ કરી શકાય તેવી સ્થિતિ નથી. તેના કારણે જમવામાં પણ લોકોને મુશ્કેલી થઈ રહી છે.

હાલ વિકાસરૂપી પેટ્રોલ, ડીઝલનાં ભાવ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે ત્યારે હાલ સૌરાષ્ટ્રમાં ખાંભા, ગીર ગઢડા, ઊના, ધોકળવા, રાજુલા, ઝાફરાબાદ, અમરેલી વિસ્તારમાં વાવાઝોડાના કારણે ઘણું નુકશાન થયુ છે

ત્યારે સુરતથી પિયુષ વેકરીયા અને તેમની ટીમ બાબુભાઈ બોદર્યા, કિર્તીભાઇ બોદર્યાં, રાજુભાઈ જેમણે જહેમત ઉઠાવી LPG ગેસ સિલિન્ડર થી ચાલતા 22 જનરેટર ગીર ગઢડા તાલુકા અને તેમની આજુબાજુના ગામમાં પહોંચાડી જરૂરિયાત વીજળી પૂરી પાડી છે, આ LPG ગેસ થી ચાલતા જનરેટર મળતી વિજળી પરવડે તેવા દરથી હોવાથી વધુને વધુ ગામડાઓમાં આ સેવા પહોંચાડવા આ મિત્રો કટિબદ્ધ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

કરોડપતિ બિઝનેસમેન સાથે લગ્ન કરશે 30 વર્ષની આ અભિનેત્રી

Vivek Radadiya

રશિયા ખાતે યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતે જીત્યા 105 મેડલ્સ

Vivek Radadiya

શાહરૂખ ખાન માત્ર ફિલ્મોથી જ નથી કમાતો

Vivek Radadiya

2 comments

Comments are closed.