Abhayam News
AbhayamNews

આ યુનિવર્સિટીનો કર્યો નિર્ણય:-પરીક્ષા આપવી છે તો પહેલા વેક્સીન લેવી જ પડશે..

પરીક્ષા આપવી હોય તો પહેલાં વેક્સિન લેવી પડશે તેવો નિર્ણય ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા લેવામાં આવ્યો છે. જે વિદ્યાર્થીઓની ઉંમર 18 વર્ષથી ઉપરની હોય તેમણે વેક્સિન લેવી પડશે અને સર્ટિફિકેટ બતાવ્યા પછી પરીક્ષામાં બેસવાનું રહેશે.

કેન્દ્ર સરકારે તાજેતરમાં જ જાહેર કર્યા અનુસાર, આગામી 1 મે 2021થી ત્રીજા તબક્કામાં 18 વર્ષથી ઉપરના માટે પણ વેક્સિનેશનની શરૂઆત કરવામાં આવશે. કેન્દ્ર સરકારના આ નિર્ણય પછી ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.

આગામી શૈક્ષણીક સત્ર વિન્ટર-2021ની પરીક્ષા આપતાં વિદ્યાર્થીઓ કે જે 1 મે 2021ના રોજ 18 વર્ષ કે તેથી મોટી ઉંમરના છે. આ તમામ વિદ્યાર્થીઓ માટે આગામી સત્રના પરીક્ષા ફોર્મ ભરતાં પહેલાં વેક્સિન લેવી ફરજીયાત કરવામાં આવી છે. આ સંદર્ભે જીટીયુ‌ કુલપતિ નવીન શેઠે જણાવ્યું હતું કે, જીટીયુમાં મોટા પ્રમાણમાં યુવા વિદ્યાર્થીઓની સંખ્યા છે.

કોવિડના સમયમાં તેમનું સ્વાસ્થ્ય જળવાય રહે અને અભ્યાસમાં પણ કોઈ પ્રકારની હાની ના થાય તે હેતુસર, વિદ્યાર્થીના હિતને કેન્દ્ર સ્થાને રાખીને આ નિર્ણય લેવાયો છે. આ સંદર્ભે જીટીયુ દ્વારા સંલગ્ન કૉલેજોને પણ પરીપત્ર કરીને જણાવવામાં આવ્યું છે કે, 18 વર્ષથી ઉપરના તમામ વિદ્યાર્થીઓના વેક્સિનેશન પછી જ આગામી શૈક્ષણીક સત્ર વિન્ટર-2021ની પરીક્ષા ફોર્મ ભરવા દેવામાં આવે.

આ નિર્ણયને સારો નિર્ણય કહેવાય, ગુજરાતમાં 26 જેટલી યુનિવર્સિટીઓ છે જેમાં આરટી પીસીઆર ટેસ્ટની સુવિધાઓ ઊભી કરવાની તૈયારી કરી છે. હવે તમામ યુનિવર્સિટીઓ આ નિર્ણય કરે તો મોટી ંસંખ્યામાં ફાયદો થઇ શકે છે કારણ કે વિદ્યાર્થીઓ જ એવો સમૂહ છે જે સૌથી વધારે એક જગ્યાએથી બીજી જગ્યાએ આવન-જાવન કરતા હોય છે. તેમને જો વેક્સિનેશનથી સેઇફ કરી દેવામાં આવે તો તેમના પરિવારોમાં પણ જે વૃદ્ધો હોય તેમને સંક્રમણથી બચાવી શકાય છે. 

Related posts

ગુજરાતમાં આ નવ IAS ઓફિસરોની બદલી.:-જાણો કોને ક્યાં ચાર્જ અપાયો…?

Abhayam

IRCTCએ કર્યો જબરદસ્ત નફો

Vivek Radadiya

જમ્મુ કાશ્મીર:- પાકિસ્તાની વોન્ટેડ આતંકી ભારતીય સેનાએ કર્યો ઠાર…

Abhayam