Abhayam News
Abhayam News

જુઓ જલ્દી:-ખોડલધામ બાદ હવે સોમનાથથી ગુજરાતનું રાજકારણ ગરમાશે….

આ સમાજ મહાસંમેલન બોલાવાની તૈયારીમાં………

રાજ્યમાં પોતાની 23 ટકા વસ્તી હોવા છતાં રાજકીય સન્માન નથી મળતું તેવી સમાજના આગેવાનોની લાગણી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

ગુજરાતમાં કોરોના વાયરસના કેસ ઓછા થતાં જ ચૂંટણીને લઈને દોડધામ શરૂ થઈ ગઈ છે. થોડા દિવસ પહેલા જ ખોડલધામ ખાતે રાજ્યના 10 મોટા પાટીદાર અગ્રણીઓએ બેઠક કરી હતી. આ બેઠક બાદ ગુજરાતના રાજકારણમાં હલચલ વધી ગઈ. બેઠકમાં નરેશ પટેલે નિવેદન આપી દીધું કે આગામી મુખ્યમંત્રી પાટીદાર હોય તેના પર ચર્ચા કરવામાં આવશે સમાજ કઈ રીતે આગળ આવે તેના પર ચર્ચા કરવામાં આવશે. ત્યારથી જ ગુજરાતમાં જાતિગત રાજકારણ પણ ગરમાયું છે.

પાટીદારો બાદ હવે ગુજરાતમાં કોળી સમાજમાં હિલચાલ તેજ થઈ ગઈ છે. રાજ્યમાં પોતાની 23 ટકા વસ્તી હોવા છતાં રાજકીય સન્માન નથી મળતું તેવી સમાજના આગેવાનોની લાગણી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આટલું જ કોળી સમાજનું માનવું છે કે રાજ્યમાં રાજકીય પદ અને ટિકિટ ફાળવણીમાં પણ અન્યાય કરવામાં આવે છે. એવામાં હવે કોળી સમાજ દ્વારા મહાસંમલેન કરવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

ગુજરાતમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી થવા જઈ રહી છે અને આ ચૂંટણી પહેલા રાજ્યમાં સામાજિક અને રાજકીય હલચલ અચાનક જ તેજ થઈ ગઈ છે. રાજકીય પાર્ટીઓ અત્યારથી ચૂંટણીના મૂડમાં આવી ગઈ હોય તેમ તૈયારીઓ શરૂ કરી રહી છે જ્યારે સામે પક્ષે પાટીદાર સહિતના સમાજના આગેવાનો રાજકીય દ્રષ્ટિએ સક્રિય થઈ ગયા છે.

પાટીદાર બાદ કોળી સમાજમાં ચર્ચા તેજ..


ટિકિટ ફાળવણીમાં અન્યાયની ચર્ચા…


મહાસંમેલન બોલાવવાની તૈયારીઓ…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

જમાલપુર ચાર રસ્તા નજીક પેટ્રોલપંપ પર થયો મોટો ધડાકો, આગ લાગતા અફરાતફરીનો માહોલ…

Abhayam

ધો.11મા એડમિશનને લઈ સરકારે જાહેર કર્યો પરિપત્ર…

Abhayam

મારુતિ વીર જવાન યુવા ટીમ દ્વારા રાહતસામગ્રી સૌરાષ્ટ્ર તરફ રવાના..

Abhayam

Leave a Comment