દાનવીર કર્ણની ભૂમિ મનાતા સુરતના રહેવાસીઓ દાન કરવામાં ક્યારેય પાછી પાની કરતાં નથી. આર્થિક, ધાર્મિક અને સામાજિક ક્ષેત્ર દાન કરતાં સુરતીઓ અંગદાનમાં પણ અગ્રક્રમે છે ત્યારે રક્તદાનમાં પણ અગ્રેસર રહેતા સુરતની ચાંલ્લાગલીના રહિશોએ ઐતિકાસિક કહી શકાય તેવો 125મો રક્તદાન કેમ્પ યોજ્યો છે.
1989થી શરૂ થયેલી રક્તદાન કેમ્પ કરવાની પરંપરાને યુવક મંડળ દ્વારા 2021માં પણ યથાવત રાખવામાં આવી છે. છેલ્લા 32 વર્ષથી દર ત્રણ મહિને રક્તદાન કેમ્પ સતત યોજવામાં આવી રહ્યો છે. કેમ્પમાંથી એકત્ર થતા લોહીથી અનેકની જિંદગી હસતી રહે તેવા પ્રયાસો સતત કરવામાં આવી રહ્યાં છે.
અંકુરભાઇ શાહે કહ્યુ કે જ્યારે 1989માં કેમ્પની શરૂઆત કરી ત્યારબાદ બીજા કેમ્પ માટે રક્તદાતાઓને યાદ કરાવવા માટે પોસ્ટકાર્ડ લખવામાં આવતા હતા. ઉપરાંત સાયકલ લઇને રક્તદાતાઓને બોલવવા જતા હતા. બાદમાં હવે મોબાઇલથી જ કોમ્યુનિકેશન થાય છે.
1989-90 માં રક્તદાન વિશે જોઇએ એવી જાગૃતિ ન હતી. જ્યારે રક્તદાતાઓ યાદ અપાવવા માટે પોસ્ટકાર્ડ મોકલવામાં આવતા ત્યારે માતા પિતા પાસે પોસ્ટકાર્ડ આવી જતા તેઓ તેમના સંતાનોને રક્તદાન જવા માટે રોકતા અને ના પાડતા હતા..
શ્રી ગણપતિ શંકર ઇચ્છારામ મજમુદાર ચેરીટેબલ ટ્રસ્ટ તથા ચાંલ્લાગલી યુવક મંડળના સંસ્થાપક પ્રમુખ અંકુરભાઇ શાહ પોતાના મિત્રો અને અન્ય યુવાનો સાથે શહેરના પ્રતિષ્ઠિત વ્યક્તિ પાસે રક્તદાન કરાવવા જતા હતા. એકવખત ઓળખીતા માટે રક્તની જરૂર પડતા કાર્ડ લેવા ગયા તો તેનો ઉપહાસ કર્યો અને કહ્યું કે, આટલી જરૂરીયાત હોય તો પોતાની રીતે કેમ્પ કરી લેવા. બસ એ વાત અંકુરભાઇના કાળજા પર વાગી અને ચાંલ્લાગલી યુવક મંડળ સાથે રક્તદાન કેમ્પનો જન્મ થયો. 1989માં પહેલો કેમ્પ કર્યો જેમાં 100 યુનિટ જેટલુ બ્લડ એકત્ર થયુ હતું.
બાદમાં ત્રણ મહિને રક્તદાન કેમ્પનો ઉપક્રમ ચાલ્યો. જે આજે પણ અવિરત છે. તા- 19 અને 20 જૂન કાયસ્થની વાડી, ગોપીપુરા ખાતે કેમ્પનું આયોજન કરાયું છ
મંડળનાં યુસુફ કોઠારીએ જણાવ્યુ કે, ચાંલ્લાગલી યુવક મંડળ દ્વારા ગલીમાં થતા કેમ્પની સંખ્યા 125 થાય છે. પણ મંડળ દ્વારા અન્ય જગ્યાએ પણ વર્ષ દરમિયાન અનેક રક્તદાન કેમ્પ કરવામાં આવે છે. અત્યારસુધીમાં લગભગ કુલ 1800 કેમ્પ થયા છે.
જેમાં કુલ 95 હજારથી વધુ યુનિટ બ્લડ એકત્ર થયુ છે. શ્રી ગણપતિશંકર ઇચ્છારામ મજમુદાર ચેરીટેબલ ટ્રસ્ટ થેલેસેમિયા સેન્ટર પણ ચલાવે જે જેમાં 300 બાળકોને બિલ્કુલ ફીમાં સારવાર આપે છે. વાર્ષિક 4 થી 5 હજાર યુનિટ બ્લડની જરૂરીયાત પણ પુરી પાડે છે. જે માટે વર્ષમાં 50 થી વધુ કેમ્પ વિવિધ જગ્યાએ થાય છે. આ સિવાય સિકલસેલ અને હિમોફીલીયા માટે પણ આ સંસ્થા કામ કરે છે.
આ બાબતને લઇને બે-ત્રણ ઘરમાં ઝઘડા પણ થયા હતા. બાદમાં પોસ્ટકાર્ડ લખવાનું બંધ કરાયુ હતુ.આ મંડળમાં 50થી વધુ વખત રક્તદાન કરનારા 40થી વધુ રક્તદાતાઓ છે. જ્યારે 100થી વધુ રક્તદાન કરનાર ચાર છે. જેમાં મયંકભાઇ સુમંતરાય ત્રિવેદી(108), યુસુફ કોઠારી(112), જીગેશ રૂવાળા(112) અને શૈલેષ નાતાલી(123)નો સમાવેશ થાય છે.
જ્યારે યોગેશ ભીખુભાઇએ 211 વખત રક્તદાન કર્યુ છે. યોગેશભાઇએ રક્તદાન વિશે અન્ય લોકોને જાગૃત કરીને 800 થી રક્તદાતાઓ તૈયાર કર્યા છે. જેઓ નિયમીત રક્તદાન કરે છે.
મંડળ દ્વારા આપતિઓ જેવી કે, પૂર, ધરતીકંપ, પ્લેગ, કોમી રમખાણો અને રોગચાળાઓમાં પણ કેમ્પ ચાલુ રખાયા હતા. એક વર્ષ અગાઉથી જ તારીખ જાહેર કરી દેવાય છે. જેમાં ફેરફાર કરાતો નથી. કોરાનાના લોકડાઉન દરમિયાન પણ કુલ 31 બ્લડકેમ્પ કર્યા હતાં. મોબાઇલવાન લઇને સોસાયટી સોસાયટી જઇને 1 હજારથી વધુ યુનિટ બ્લડ એકત્ર કરીને એ સમયે જરૂરીયાતમંદોની સેવા કરી હતી.
યુસુફ ભાઈ કોઠારી એ જણાવ્યું હતું કે, 23 વર્ષથી સુરત માં રક્તદાન શિબિરનું આયોજન કરી વધુ માં વધુ શિબિર અને રક્ત બોટલ એકત્રિત કરવામાં પ્રથમ આવી રહ્યા છે. ચાંલ્લાગલી યુવક મંડળ દર વર્ષે 50 થી વધુ રક્તદાન શિબિર કરે છે. બીજી એવી અનેક સંસ્થાઓ છે કે જેઓ 5-20 શિબિર કરતી હોય છે. અમને આનંદ એ વાત નો છે કે અમારી સંસ્થા ના આયોજનમાં લોક સહકાર મોટી સખ્યાંમાં મળી રહે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…