Abhayam News
AbhayamNews

ગુજરાતના ધોરણ ૧૦ અને ૧૨ના રિપીટર વિધાર્થીઓની પરીક્ષા આ તારીખથી યોજાશે…

ગાંધીનગર: ગુજરાત બોર્ડના ધોરણ 10-12ના રીપીટરોની પરીક્ષા લેવાની જાહેરાત કરવામાં આવી છે. ધોરણ 10-12ના ગુજરાત બોર્ડના રિપિટરોને માસ પ્રમોશન આપવામાં નહી આવે. આગામી 15મી જુલાઇથી પરીક્ષા લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ખાનગી અને પૃથ્થક ઉમેદવારોની પરીક્ષઆ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ધોરણ 10-12ના વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહ રીપીટરની પરીક્ષા લેવામાં આવશે.

exam cancelled

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12ના નિયમિત, રીપીટર અને ખાનગી અને પૃથ્થક ઉમેદવારોની બોર્ડની પરીક્ષા 1 જુલાઇથી યોજવાની જાહેરાત કરી હતી પરંતુ તે સમયે કોરોના સંક્રમણની પરિસ્થિતિને ધ્યાને લઇને પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

રાજ્ય સરકારની હાલની કોરોના સંક્રમણની સ્થિતિનું મૂલ્યાંકન કરીને ઘટતા જતા સંક્રમણની પરિસ્થિતિને ધ્યાને લઇ ધોરણ 10 અને ધોરણ 12ના રીપીટર, ખાનગી અને પૃથ્થક ઉમેદવારોની પરીક્ષા યોજવા નિર્ણય કરવામાં આવ્યો છે.

જેના અનુસંધાને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના રીપીટર, ખાનગી અને પૃથ્થક ઉમેદવારોની પરીક્ષા 15 જુલાઇએ ગુરૂવારથી યોજવામાં આવશે. પરીક્ષા અંગેનો વિગતવાર કાર્યક્રમ હવે પછીથી જાહેર કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

Zepto એ 2023નું પ્રથમ યુનિકોર્ન છે

Vivek Radadiya

અમદાવાદના ઇસનપુરમાં નકલી દવા ઝડપવા મામલે ધરપકડ

Vivek Radadiya

જુઓ રાહુલ ગાંધીએ કોરોના વેક્સીન માટે લોકો શું કરી અપીલ ..

Abhayam