Abhayam News
AbhayamNews

ભારતની હારથી દુઃખી થઈને ફાંસો લગાવી લીધો

Saddened by India's defeat, he hanged himself

ભારતની હારથી દુઃખી થઈને ફાંસો લગાવી લીધો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ICC વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચમાં ટીમ ઇન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે ક્રિકેટ ચાહકોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે. પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં આવા બે કેસ નોંધાયા હતા જેમાં 23 વર્ષના બે યુવાનોએ ફાઇનલમાં પરાજયથી દુઃખી થઈને આત્મહત્યા કરી લીધી હતી. પાપ્ત માહિતી અનુસાર,

ભારતની હારથી દુઃખી થઈને ફાંસો લગાવી લીધો

અધિકારીઓનું કહેવું છે કે ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતની હાર બાદ પશ્ચિમ બંગાળના બાંકુરા અને ઓડિશાના જાજપુરમાં બે લોકોએ આત્મહત્યા કરી છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે રાહુલ લોહાર નામના યુવકે રવિવારે રાત્રે લગભગ 11 વાગ્યે બાંકુરાના બેલિયાતોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સિનેમા હોલ પાસે આત્મહત્યા કરી લીધી.

આત્મહત્યા કરી લીધી
રાહુલના સંબંધી ઉત્તમ સૂરે જણાવ્યું હતું કે તે એક કપડાની દુકાનમાં કામ કરે છે અને ફાઈનલ મેચ જોવા માટે રવિવારે રજા લીધી હતી. સુરે કહ્યું કે, ઓસ્ટ્રેલિયા સામે ભારતની હારથી દુઃખી થઈને

તેણે પોતાના રૂમમાં ફાંસો લગાવી લીધો હતો. પોલીસે જણાવ્યું કે રાહુલના મૃતદેહને સોમવારે સવારે પોસ્ટમોર્ટમ માટે બાંકુરા સંમિલાની મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવ્યો હતો 

ઘરમાં લટકતો મળી આવ્યો હતો
ઓડિશાના જાજપુરમાં પોલીસે જણાવ્યું કે, દેવ રંજન દાસ તરીકે ઓળખાતો 23 વર્ષીય વ્યક્તિ, રવિવારની રાત્રે મેચ પછી તરત જ બિંઝારપુર વિસ્તારમાં તેના ઘરમાં લટકતો મળી આવ્યો હતો.

દાસના એક સંબંધીએ કહ્યું કે તે ભાવનાત્મક વિકારથી પીડિત છે અને તેની સારવાર ચાલી રહી છે. પરિવારના સભ્યએ કહ્યું કે ભારત મેચ હારી ગયા બાદ દાસ ખૂબ જ હતાશ હતો. જરી ચોકીના ઈન્ચાર્જ ઈન્દ્રમણિ જુઆંગાએ જણાવ્યું હતું કે, અમે અકુદરતી મૃત્યુનો કેસ નોંધ્યો છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે……


 

Related posts

Zerodha નિખિલ કામત નું મોટું નિવેદન

Vivek Radadiya

CM ભૂપેન્દ્ર પટેલે કરવેરાને લઈને લીધો સૌથી મોટો નિર્ણય….

Abhayam

હવે ડ્રોનથી દેશના અંતરિયાળ વિસ્તારોમાં દવા અને મેડિકલ સામગ્રી પહોંચાડશે..

Abhayam