કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ જણાવ્યું હતું કે, જે રીતે આમ આદમી પાર્ટી કમલમમાં ગઈ એ સાચી વાત એટલા માટે છે કે આ વોરા સાહેબની નિમણૂક કમલમે કરેલી છે. આ સિલેક્ટેડ માણસ નથી.
આ માણસ એજ્યુકેટેડ છે એટલે તેમને નિમણૂક મળી નથી. પણ તે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે એટલા માટે તે ગૌણ સેવાના ચેરમેન છે. એટલે આમ આદમી પાર્ટી કમલમ ગઈ છે તેમને જ્યાં જે રીતે દેખાવ કર્યો એ એટલા માટે સાચો છે કે આ નિમણૂક કમલમની છે.

આમ આદમી પાર્ટીએ કમલમમાં વિરોધ કર્યો હતો. આ વિરોધ બાદ આમ આદમી પાર્ટી નેતા ઈશુદાન, ગોપાલ ઈટાલીયા અને પ્રવીણ રામ સહિતના નેતાઓના જામીન કોર્ટ દ્વારા રદ કરવામાં આવ્યા
અને તેમને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીના વિરોધના સમર્થનમાં કોંગ્રેસના ધારાસભ્ય આવ્યા છે. તેમને આમ આદમી પાર્ટીના વિરોધને યોગ્ય અને સાચો ગણાવ્યો છે.
વિરોધની પદ્ધતિ બાબતે તેમને જણાવ્યું હતું કે, કોઈ પણ રાજકીય વિરોધની સામે મહિલા તરીકે શ્રદ્ધા રાજપૂત એમ કહે કે ઈશુદાને મારી સાથે છેડતી કરી તે કેટલું યોગ્ય છે. એક રાજકીય રીતે એક મહિલા તરીકે તમે તેમની આડા આવો તમે તેનો ઉપયોગ કરો એટલે ભારતીય જનતા પાર્ટી રાજકીય વિરોધને કેટલી નિમ્ન કક્ષાએ લઇ જઈ શકે છે.

ભાજપ રાજકીય વિરોધને એટલી નિમ્ન કક્ષાએ લઇ જાય છે કે ઈશુદાન જેવા સન્નિષ્ઠ વ્યક્તિની સામે એક મહિલાને આડા કરે અને શ્રદ્ધા બેન કહે કે, તેમને મારી છેડતી કરી. જો ભારતીય જનતા પાર્ટી રાજકીય વિરોધને મહિલાનો ઉપયોગ કરીને નિમ્ન કક્ષાએ લઇ જતી હોય તો આ ભારતીય જનતા પાર્ટીની નિમ્નતા વિચારશ્રેણીનું ઉદાહરણ છે.
મને વધુમાં જણાવ્યું હતું કે, પહેલું કામ એ કરો કે અસિત વોરાનું રાજીનામું લો તમારે જો યુવાનોની હમદર્દી હોય તો તેનું રાજીનામું લો. તમારામાં રાજીનામું લેવાની તેવડ નથી. આ પેપર પ્રેસમાં ફૂટ્યું નહોત તો કોઈ ગુનેગાર ન હોત. પ્રેસમાંથી પેપર શા માટે ફૂટ્યું. રિઝર્વ બેંકમાં 2 હજારની નોટ છાપવા આપી છે
અને બધી નોટ બહાર નીકળી જાય તો રિઝર્વ બેંકનો મતલબ શું છે. આવી જ રીતે હું તમને કહું છું કે જે માણસે ઈરાદા પૂર્વક હત્યા કરી ખેડૂતોની તેનું રાજીનામું આજે લેવાતું નથી. કારણ કે ભાજપને સત્તા માટે ગમે તેવો ગુનેગાર મંજૂર છે.
તેમાં આ વોરા સાહેબ ગમે તેમ હશે અને તેનાથી મતનો ફાયદો થાય તેમ હશે એટલે ભાજપ તેનું રાજીનામું નહીં લે. આ એ ભારતીય જનતા પાર્ટી છે કે, તેમને સત્તા મળતી હોય તો તે દાઉદ ઈબ્રાહીમ સાથે પણ ગઠબંધન કરીલે.
તેમને વધુમાં જણાવ્યું કે, મને આમ આદમી પાર્ટી સાથે કોઈ લાગતું વળગતું નથી. પણ હું રાજકીય વ્યક્તિ અને ધારાસભ્ય તરીકે ક્યાય વિરોધ કરવા માટે જાઉં અને મારી સામે બેનને ઉભા રાખી દે અને તે કહે કે આ લલિત કગથરાએ મારી સાથે મિસબિહેવ કર્યો તે આ કેટલી નિમ્નકક્ષાની વાત જઈ રહી છે.
રાજકીય જીવનમાં ભારતીય જનતા પાર્ટી સત્તા માટે શર્માનું રાજીનામું નહીં, અસિત વોરાનું રાજીનામું નહીં લે અને સત્તા માટે ગમે તેની સાથે બેસી શકે તે ભાજપના સિદ્ધાંત છે. ભાજપને કોઈ પણ વિચાર વિમર્સ વગર ભૂખ્યા વરુની જેમ સત્તા જોઈએ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…