ગુજરાતમાં આવેલ પાટણ તાલુકાના ખલીપુર ગામે બે બાઇક સામસામે અથડાઇ હતી. જેમાં ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા જવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં ગામના લોકો ઘટના સ્થળે પહોચી ગયા હતા અને ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.
પરિવારનો એકનો એક દીપક બુજાયો
પાટણ તાલુકાના ખલીપુર ગામે અકસ્માત થયો હોવાની જાણ થતાં પોલીસ પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ઘરી હતી. મૃતક આર્મીમેન સરસ્વતી તાલુકાના ગોલીવાડા ગામનો રહેવાસી હતો.
અકસ્માતની જાણ થતાં લોકોના ટોળા એકઠાં થઇ ગયા હતા. જેના કારણે ઘટનાસ્થળે ટ્રાફિકજામ થયો હતો. જોકે બનાવ સ્થળે પહોંચેલી પોલીસે સ્થળ પરથી ટ્રાફિક દૂર કરી વાહન વ્યવહાર પૂર્વવત કર્યો હતો.
ગઈકાલે એટલે કે, મંગળવારે બપોરના અરસામાં ખલીપુર ગામ પાસે પુરપાટ ઝડપે આવતી બે બાઇક સામસામે ધડાકાભેર અથડાઈ હતી. જેમાં આર્મીમેન મોતીભાઈ દેસાઇને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને કોઇ સારવાર મળે એ પહેલા જ તેમનું મોત નીપજ્યું હતું.
પાટણ તાલુકાના ખલીપુર ગામના નવયુવાન અને દેશસેવા માટે સમર્પિત એવા આર્મીમાં ફરજ બજાવતા મોતીભાઈ દેસાઇનું આ રીતે રોડ અકસ્માતમાં મૃત્યુ થતાં પરિવારજનો આઘાતમાં ગરકાવ થયા છે. આર્મી મેને આ રીતે નાની ઉંમરમાં દુનિયાને વિદાય કહેતા ગોલીવાડા ગામમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે