Abhayam News
AbhayamGujaratNewsPolitics

કૃષિમંત્રી રાઘવજી પટેલની પત્રકાર પરિષદ કરી જાહેરાત

Agriculture Minister Raghavji Patel made the announcement in a press conference

કૃષિમંત્રી રાઘવજી પટેલની પત્રકાર પરિષદ કરી જાહેરાત રાજ્યમાં માવઠામાં નુકસાનીને લઈને કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે સરવે થયા બાદ ખેડૂતોને સહાય આપવામાં આવશે. સરકાર દ્વારા સરવે કરવાની સૂચના આપી દેવામાં આવી છે. સરકાર ખુલ્લા મનથી ખેડૂતોને મદદરૂપ થશે. તેમણે કહ્યું કે SDRF નિયમ પ્રમાણે 2 હેક્ટરની મર્યાદામાં હેક્ટર દીઠ 6800 રૂપિયાની સહાય આપવામાં આવશે. સરવે થયા બાદ જે વિગતો સામે આવશે તે પ્રમાણે સહાય ચૂકવવામાં આવશે. 

Agriculture Minister Raghavji Patel made the announcement in a press conference

112 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ થયોઃ કૃષિમંત્રી
મહત્વનું છે કે જિલ્લાવાર આજથી સરવેની કામગીરી શરૂ કરવામાં આવશે. 33 ટકા થી વધુ નુકસાન હશે તો જ સહાય મળવા પાત્ર થશે. તાત્કાલિક અસરથી સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે. કૃષિમંત્રી રાઘવજી પટેલએ પત્રકાર પરિષદ યોજી જણાવ્યું કે, 2 દિવસમાં 236 તાલુકામાં વરસાદ થયો છે. 112 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ થયો છે. 34 તાલુકામાં 2 ઇંચથી વધુ નોંધાયો જ્યારે 6 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ થયો છે. કપાસ, તુવેર અને એરંડાને નુકસાન સામે આવ્યું છે. કપાસમાં મુખ્ય ફાલ વિણાઈ ગયો છે અને છેલ્લી વીણમાં નુકસાન સામે આવ્યું છે. કપાસ, તુવેર અને એરંડાને નુકસાન સામે આવ્યું છે. 

કપાસ,તુવેર અને એરંડા મોટું નુકસાન થયું છેઃ કૃષિમંત્રી
વધુમાં કહ્યું કે, 2 લાખ હેક્ટરમાં તુવેરનું વાવેતર છે તેમજ 86 લાખ હેકટરમાં વાવેતર થયું હતું. કપાસ,તુવેર અને એરંડા મોટું નુકસાન થયું છે. દિવેલાના પાકમાં મોટા ભાગે કાપણી થઈ ગઈ હતી. કપાસ,એરંડા અને તુવેરમાં 20 થી 25 લાખ હેકટરમાં વાવેતર થયું હતું. મોટા ભાગનો પાક ખેડૂતોએ લઈ લીધો હતો. ત્રણ થી ચાર લાખ હેકટરમાં નુકશાન થયું છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

ભારત 30 ટ્રિલિયનની ઈકોનોમી બનશે

Vivek Radadiya

15 નવેમ્બરથી હાઇબ્રિડ વર્ક પોલિસી લાગુ કરશે

Vivek Radadiya

બીજા ડોઝની સમયમર્યાદા જતી રહે તો કોનો વાંક?ટોકન ની લાઈનો સવારે 5 વાગ્યે થી..

Abhayam