Abhayam News
AbhayamBusinessGujaratInspirational

આઝાદી પહેલા આ કંપનીઓએ નાખ્યો હતો પાયો

આઝાદી પહેલા આ કંપનીઓએ નાખ્યો હતો પાયો દેશે આઝાદીના 76 વર્ષ પૂર્ણ કર્યા છે. આ 7 કંપનીઓ આઝાદી પહેલા શરૂ કરવામાં આવી હતી, આજે આ કંપનીઓએ આખી દુનિયામાં ઉંચી ઉડાન ભરી રહી છે.આઝાદી પહેલા આ કંપનીઓએ નાખ્યો હતો પાયો

આઝાદી પહેલા આ કંપનીઓએ નાખ્યો હતો પાયો

ગોદરેજ ગ્રૂપની સ્થાપના અરદેશિર ગોદરેજ અને ફિરોજશા ગોદરેજ (Ardeshir Godrej, Pirojsha Burjorji Godrej) દ્વારા વર્ષ 1897માં કરવામાં આવી હતી. મેટલ, ઇલેક્ટ્રોનિક્સ સિવાય તેનો બિઝનેસ રિયાલિટી સેક્ટરમાં પણ છે.

birla group

બિરલા ગ્રુપે આઝાદી પહેલા પોતાનો બિઝનેસ શરૂ કર્યો હતો. તેની સ્થાપના વર્ષ 1857માં ઘનશ્યામ દાસ બિરલાના દાદા શેઠ શિવ નારાયણ બિરલાએ કરી હતી. હાલમાં, જૂથના અધ્યક્ષ કુમાર મંગલમ બિરલા છે અને જૂથનો વ્યવસાય 36 દેશોમાં ફેલાયેલો છે. બિરલા ગ્રૂપનો બિઝનેસ ફાઇબર, મેટલ્સ, સિમેન્ટ, બ્રાન્ડેડ કપડાં, કાર્બન બ્લેક, કેમિકલ્સ, ફર્ટિલાઇઝર્સ, ઇન્સ્યુલેટર, ફાઇનાન્સિયલ સર્વિસ અને ટેલિકમ્યુનિકેશન્સમાં છે.

tvs

TVS ગ્રુપ, ભારતની સૌથી મોટી કંપનીઓમાંની એક છે, જેની સ્થાપના વર્ષ 1911માં ટીવી સુંદરમ આયંગર દ્વારા કરવામાં આવી હતી. કંપનીનું મુખ્ય મથક ચેન્નાઈમાં છે અને કંપનીનો બિઝનેસ ટુ વ્હીલર અને ઓટોમોટિવ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગથી લઈને ઓટોમોટિવ ડીલરશીપ, ફાઈનાન્સ અને ઈલેક્ટ્રોનિક્સ બિઝનેસ સુધીનો છે.

tata

આઝાદી પહેલા શરૂ થયેલી કંપનીઓમાં પ્રથમ નામ ટાટા ગ્રુપનું આવે છે, જે 1868માં જમશેદજી ટાટા દ્વારા શરૂ કરવામાં આવી હતી. ટાટા ગ્રૂપનો બિઝનેસ આઈટી, મેટલ, ઓટો સેક્ટર ઉપરાંત અન્ય ઘણા સેક્ટરમાં છે. ટાટા જૂથ એવિએશન સેક્ટરનું મોટું નામ છે. ટાટાએ 27 જાન્યુઆરીએ એર ઈન્ડિયા પર નિયંત્રણ મેળવી લીધું છે.3

dabar

ડૉ. એસ.કે. બર્મન નામના વૈદ્યએ 1884માં ડાબર કંપની શરૂ કરી હતી, જેઓ તેમના નાના ક્લિનિકમાં આયુર્વેદિક રીતે લોકોની સારવાર કરતી હતી. નેચરલ પ્રોડક્ટ્સની વધતી માંગ વચ્ચે ડાબરનો બિઝનેસ સતત વધતો જાય છે અને આજે કંપનીનો બિઝનેસ હેલ્થકેર, ફેમિલી પ્રોડક્ટ્સ અને આયુર્વેદિક પ્રોડક્ટ્સમાં છે. કંપનીનું ટર્નઓવર 1000 કરોડથી વધુ છે.

raymond

વર્ષ 1925માં રેમન્ડ કંપનીની શરૂઆત વિજયપત સિંઘાનિયા દ્વારા કરવામાં આવી હતી અને 1958માં તેણે મુંબઈમાં તેનો પહેલો રિટેલ શોરૂમ ખોલ્યો હતો. આજે પણ રેમન્ડ ગ્રૂપનો મુખ્ય વ્યવસાય કાપડનો છે અને કંપનીના શોરૂમ માત્ર ભારતમાં જ નહીં પણ વિદેશમાં પણ છે.

આઝાદી પહેલા, બ્રિટાનિયા ગ્રુપની સ્થાપના કોલકાતામાં વાડિયા પરિવાર દ્વારા 1892માં કરવામાં આવી હતી. તે આજે ફૂડ સેક્ટરની સૌથી મોટી કંપનીઓમાંની એક છે. 11878 કરોડની આવક સાથે બ્રિટાનિયા ગ્રુપ બિસ્કિટથી લઈને અન્ય ખાદ્ય ઉત્પાદનોના બિઝનેસમાં આજે પણ પ્રભુત્વ ધરાવે છે, હવે આ બિઝનેસ સમગ્ર વિશ્વમાં ફેલાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

ગુજરાત કોંગ્રેસના આ ધારાસભ્ય આમ આદમી પાર્ટીના સમર્થનમાં આવ્યા..

Abhayam

યુરિયા ખાતરની અછતને લઈ રાઘવજી પટેલનું નિવેદન

Vivek Radadiya

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના ભાષણ સાથે ચેડાં કરવાના આરોપમાં એક યુવકની ગુજરાતના ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ..

Abhayam