Abhayam News
AbhayamBusinessGujaratNews

મુકેશ અંબાણીનું Jio World Plaza

મુકેશ અંબાણીનું Jio World Plaza આ મૉલની અંદરની તસવીરો અહીં અમે તમને બતાવી રહ્યાં છીએ, જે જોઇને તમે પણ દંગ રહી જશો…

મુકેશ અંબાણીનું Jio World Plaza

io World Plaza Inside Photos: આજે 1લી નવેમ્બર, 2023ના દિવસે ભારતના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીએ પોતાના જિઓ વર્લ્ડ પ્લાઝાને ખુલ્લુ મુકી દીધુ છે. હવે દેશવાસીઓ આ લક્ઝરી મૉલ્સમાં ખરીદી કરવા માટે તૈયાર થઈ જાઓ, કારણ કે મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે મુંબઈમાં ભારતનો સૌથી લક્ઝુરિયસ મૉલનું ઓપનિંગ કરી દીધુ છે. આ મૉલની અંદરની તસવીરો અહીં અમે તમને બતાવી રહ્યાં છીએ, જે જોઇને તમે પણ દંગ રહી જશો…

ભારતનો સૌથી મોંઘો મૉલ જિઓ વર્લ્ડ પ્લાઝા (Jio World Plaza) બાંદ્રા કુર્લા કૉમ્પ્લેક્સ (BKC) માં ઓપન થયો છે. આ મૉલ દેખાવમાં તો લક્ઝૂરિયસ છે જ પરંતુ અહીં ઉપલબ્ધ વસ્તુઓ પણ એકદમ લક્ઝૂરિયસ છે.

આ ભવ્ય મૉલ લક્ઝરી શૉપિંગ માટે તૈયાર છે. જિઓ વર્લ્ડ પ્લાઝા એક અનોખા શૉપિંગ અનુભવનું કરાવતો દેશનો સૌથી અસાધારણ મૉલ છે.

તેની પાસે ખરીદી કરવા માટે બહુવિધ બ્રાન્ડ્સ છે, જેમાં VIP ગેટકીપર અને પૉર્ટર સહિતની સેવાઓની કેટેગરી છે, જે તેના ગ્રાહકો માટે લક્ઝરી શૉપિંગ અનુભવને વધારશે.

આ જિઓ વર્લ્ડ પ્લાઝામાં કાર્ટિયર અને બલ્ગારી જેવા જાણીતી જ્વેલર્સ, લૂઈસ વિટન, ડાયો અને ગુચી જેવા ફેશન હાઉસ સહિતની બ્રાન્ડની કેટેગરી છે. આ ઉપરાંત લક્ઝરી ઘડિયાળ ઉત્પાદક IWC Schaffhausen અને પ્રીમિયમ એસેસરીઝ ઉત્પાદક રિમોવા પણ સામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

GAS કેડરમાં બદલીનો ઘાણવો

Vivek Radadiya

એન્ટી બાયોટિક દવાઓનો દેશમાં ચણા મમરાની જેમ ઉપયોગ

Vivek Radadiya

રાજકોટમાં બનાવાશે લાયન સફારી પાર્ક

Vivek Radadiya