Abhayam News
Abhayam

જળ ઉત્સવમાં મજા પડી જશે, આટલી સુવિધા હશે

There will be fun in the water festival

અજળ ઉત્સવમાં મજા પડી જશે, આટલી સુવિધા અમરેલી જિલ્લાના લાઠી તાલુકા ના દુધાળા ગામમાં ગુજરાતનો સૌ પ્રથમ જળ ઉત્સવ યોજાશે. ધોળકિયા ફાઉન્ડેશન અને રાજ્ય સરકાર ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત દ્વારા દુધાળા ગામમાં હેતની હવેલી ખાતે જળ ઉત્સવ યોજશે.

સવજીભાઈ ધોળકિયા હમેશા નવું કરવા માટે ખુબ જ જાણીતા છે. લાઠી તાલુકામાં ભૂગર્ભ જળના તળ ખુબ જ ઊંડા છે. દિવાળીના વેકેશનમાં જળ ઉત્સવની મુલાકાત લેવી જોઇએ.

જળ ઉત્સવમાં મજા પડી જશે

અમરેલી જિલ્લાના દુધાળા-લાઠી ખાતે આગામી તા. 15 નવેમ્બર થી 25 નવેમ્બર 2023 સુધી 10 દિવસીય ભવ્ય જળ ઉત્સવ યોજાશે. રાજ્ય સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ભવ્ય જળ ઉત્સવ-23નું આયોજન કરવામાં આવ્યું છે.

જિલ્લાના દુધાળા-લાઠી ખાતે જળ ઉત્સવ 2023 ની તડામાર તૈયારીઓ જિલ્લા કલેકટર અજય દહિયાએ સૂચિત ઇવેન્ટ્સ સ્થળોએ તૈયારીને લઈને ટેન્ટ એજન્સી સહિતની એજન્સી ઉપરાંત સંબંધિત અધિકારી સાથે મુલાકાત લીધી હતી.

ગુજરાત સરકાર અને અમરેલી જિલ્લાના અગ્રણી ઉદ્યોગપતિ, પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામમાં હેતની હવેલી સ્થિત સ્થળે આગામી તા. 15 નવેમ્બર થી 25 નવેમ્બર-2023 સુધી 10 દિવસીય ભવ્ય જળ ઉત્સવ યોજાશે.

જિલ્લા વહીવટી તંત્ર અને સવજીભાઈ ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા જળ ઉત્સવ-23 ના આયોજનને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. હેતની હવેલી, દુધાળા ખાતે ટેન્ટ સિટી, વોટર સ્પોર્ટ્સ, ફન ફેર, ફુડ સ્ટોલ સહિતના સ્થળે સંબંધિત સર્વે અધિકારી સાથે સ્થળ વિઝિટ કરી હતી.

લાઠી તાલુકાના દુધાળા ખાતે ગાગડીયો નદી પર ગુજરાત સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા સંયુક્ત રીતે જળ સંગ્રહ માટે ચેકડેમો બનાવવામાં આવ્યા છે. ચોમાસા દરમિયાન અહીં અમૃત સરોવર સહિતના સરોવરોમાં પાણીનો સંગ્રહ થયો છે. જળ સંરક્ષણને લઈને અભૂતપૂર્વ કામગીરી કરવામાં આવી છે. જળ ઉત્સવ 2023માં ટેન્ટ સિટી, વોટર સ્પોર્ટ્સ, ફન ફેર, ફુડ કોર્ટ સહિતના આકર્ષણો હશે, જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

વિદેશ જવાની ઘેલછામાં આણંદના યુવાને ગુમાવ્યા લાખો રૂપિયા

Vivek Radadiya

અહીં મળે છે 25 રૂપિયા કિલો ડુંગળી

Vivek Radadiya

દિલ્હીઃ લોકડાઉનમાં મોટી રાહત હવેથી આ વસ્તુ ચાલુ થશે…

Abhayam