Abhayam News
Abhayam

‘પાકિસ્તાન પણ સેમીફાઈનલની રેસમાં છે’

‘પાકિસ્તાન પણ સેમીફાઈનલની રેસમાં છે’ World Cup 2023: ગાંગુલીએ કહ્યું કે, પાકિસ્તાન પણ સેમીફાઈનલની રેસમાં છે એવામાં પાકિસ્તાન અને ભારત વચ્ચે સેમીફાઈનલ મેચ રમાય તો તેનાથી મોટું કંઈ ના કહેવાય

  • ગાંગુલીએ વર્લ્ડ કપ 2023ને લઈ પોતાની ઈચ્છા વ્યક્ત કરી
  • ‘પાકિસ્તાન પણ સેમીફાઈનલની રેસમાં છે’
  • ‘પાક અને ભારત વચ્ચે સેમીફાઈનલ મેચ રમાય તો ચાહકોને મજા આવે’

ગાંગલુએ શું કહ્યું ?
સોરવ ગાંગુલીએ કહ્યું કે, હું ઈચ્છુ છુ કે ભારત પાકિસ્તાન વચ્ચે સેમીફાઈનલ મેચ રમાય અને ચાહકોને એક ફરી રોમાંચક મુકાબલો જોવા મળે. કેમ કે, તેનાથી મોટો સેમીફાઈનલ મુકાબલો હોઈ જ ન શકે. તમને જણાવી દઈએ કે, પાકિસ્તાને ન્યૂઝીલેન્ડને હરાવીને સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. હવે પાકિસ્તાનની ટીમ તેની આગળની મેચ 11 નવેમ્બરના રોજ ઈગ્લેન્ડ સામે રમવાની છે.

શુ કહે છે સમીકરણ
બાંગ્લાદેશએ શ્રીલંકાને હરાવી લંકાની ટીમ માટે સેમીફાઈનલની રેસ સમાપ્ત કરી દીધઈ છે. એવામાં ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની ટીમ રેસમાં છે. ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાનને હરાવી દીધી તો તેનો પણ સેમીફાઈનલની રેસ પૂર્ણ થઈ જશે. પરંતુ બીજી તરફ ન્યૂઝીલેન્ડએ તેની છેલ્લી મેચ શ્રીલંકા સામે જીતી જાય છે તો ફરીથી પાકિસ્તાનન સેમીફાઈનલમાં એન્ટ્રી માટે ઈંગ્લેન્ડ સામે મોટો સ્કોર સાથે જીત મેળવવી પડશે  

3 ટીમો પહેલાથી જ ક્વોલિફાય થઈ ગઈ છે
3 ટીમો પહેલાથી જ વર્લ્ડ કપ સેમિફાઇનલ માટે ક્વોલિફાય કરી ચૂકી છે. હવે ચોથા સ્થાન માટે 3 ટીમો વચ્ચે રેસ છે. પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ અને અફઘાનિસ્તાન આ રેસમાં છે. ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન પોઈન્ટ ટેબલમાં અનુક્રમે ચોથા અને પાંચમા સ્થાને છે. બંને ટીમોએ વર્લ્ડ કપની 8માંથી 4 મેચ જીતી છે. પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડના પોઈન્ટ સમાન છે અને નેટ રન રેટ પણ નજીક છે. આવી સ્થિતિમાં શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો પોઈન્ટ સિવાય કોઈપણ બે ટીમનો નેટ રન રેટ પણ બરાબર હોય તો પછી કઈ ટીમ સેમિફાઇનલમાં પ્રવેશ કરશે ?
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

લોકશાહીનું ગળું દબાવવામાં આવી રહ્યું છે

Vivek Radadiya

ચૂંટણી પૂર્ણ થતા જ વધ્યા ગેસના ભાવ 

Vivek Radadiya

શાહરૂખ ખાનને જોવા માટે આખું દુબઈ થયુ એકઠું, જુઓ વીડિયો

Vivek Radadiya