MRI મશીનમાં મેટલને મંજૂરી નથી આપતા શું તમે લોકો જાણો છો કે MRI કરાવતી વખતે શા માટે ધાતુની વસ્તુઓને મશીનની અંદર જવા દેવામાં આવતી નથી? જો તમને ખબર ન હોય તો અહીં આપેલો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો છે તે તમારે જોવો જ જોઈએ.
MRI મશીન વિશે તમે જાણતા જ હશો. તેનો ઉપયોગ આખા શરીરની તપાસ માટે થાય છે. જો તમે કોઈને એમઆરઆઈ કરાવતા જોયા હોય, તો તમને ખબર જ હશે કે મશીનની અંદર ધાતુની વસ્તુઓને લઈ જવા માટે મંજૂરી હોતી નથી. ત્યાં હાજર સ્ટાફ પહેલાથી જ લોકો પાસેથી તમામ ધાતુની વસ્તુઓ હટાવી લે છે. જ્વેલરી પણ કાઢી નાખવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો આવું શા માટે કરવામાં આવે છે?
MRI મશીનમાં મેટલને મંજૂરી નથી આપતા
આજકાલ આને લગતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં બતાવવામાં આવ્યું છે કે શા માટે એમઆરઆઈ મશીનમાં ધાતુની વસ્તુઓને મંજૂરી નથી. આ વીડિયો જોઈને તમને પણ લાગશે કે ખરેખર આવું હોય છે.
મશીનની અંદર આવેલું હોય છે ચુંબક
વીડિયોમાં તમે જોઈ શકો છો કે જેવી મહિલા સ્ટાફ એમઆરઆઈ મશીન પાસે કોઈ ધાતુની વસ્તુ લઈ જાય છે અને પોતાના હાથમાંથી મુકી દે છે. મશીન તરત જ તેને અંદર ખેંચી લે છે. મશીન એક ભારે લોખંડની ખુરશી પણ અંદર ખેંચી લે છે. આ પછી એક વ્યક્તિ મશીનની અંદરથી ખુરશીને બહાર કાઢવાના ખૂબ જ પ્રયત્ન કરે છે, પરંતુ તેના તમામ પ્રયત્નો વ્યર્થ જાય છે. તે ખુરશી ખેંચી શકતો નથી.
વાસ્તવમાં તેનું કારણ એ છે કે મશીનમાં એક શક્તિશાળી ચુંબક આવેલું હોય છે. જે ધાતુની બનેલી તમામ વસ્તુઓને એક જ ઝાટકે પોતાની તરફ ખેંચે છે. એટલા માટે લોકોને આવી વસ્તુઓ મશીનની અંદર લઈ જવાની મનાઈ છે. કેમ કે આ એક જીવલેણ સાબિત થઈ શકે છે.
આ વીડિયોને @Rainmaker1973 નામની અકાઉન્ટ ID સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે, ‘MRI દરમિયાન મેટલને મંજૂરી નથી’. માત્ર 20 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 7 મિલિયન એટલે કે 70 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે અને 53 હજારથી વધુ લોકોએ આ તેને લાઈક પણ આપી છે.
વીડિયો જોયા પછી યુઝર્સે વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આપી છે. લોકો કહી રહ્યા છે કે આ મશીન કદાચ નિવૃત્ત થઈ રહ્યું છે, નહીંતર આ રીતે મોંઘા મશીનનો નાશ કરવાનો પ્રયાસ કોણ કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે