દીકરીએ પ્રેમ લગ્ન કરતાં પિતાએ રાખ્યું બેસણું રાજ્યમાં હાલ પ્રેમલગ્નના બનાવો વધી રહ્યા છે. આ દરમિયાન વડોદરાથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, અહીં એક દીકરીએ પરિવારની મરજી વિરુદ્ધ જઇ ગામના યુવક સાથે પ્રેમલગ્ન કરી લીધા હતા. જે બાદમાં હવે દીકરીના પિતાએ પુત્રી સાથેના તમામ સંબંધો પૂર્ણ કરી અને સમાજના લોકોને બોલાવી તેનું બેસણું કર્યું હતું.
દીકરીએ પ્રેમ લગ્ન કરતાં પિતાએ રાખ્યું બેસણું
વડોદરા જિલ્લાના વાઘોડીયાના લીલોર ગામે એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. વિગતો મુજબ લીલોર ગામે દીકરીએ પ્રેમ લગ્ન કરતાં પિતાએ બેસણું રાખ્યું હતું. આ તરફ જીવતે જીવ દીકરીનું બેસણું રાખતા લોકો આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા. જે બાદમાં સામે આવ્યું કે, પિતાને પ્રેમ લંગ્ર મંજૂર ન હોવાથી લીધો તેમણે આવો નિર્ણય કર્યો હતો. દીકરીના પિતાએ સમાજના લોકો બોલાવી દીકરી પ્રત્યે નારાજગી બતાવી હતી.
લીલોર ગામે એક એક દીકરીએ ગામના યુવક સાથે કોર્ટમેરેજ કરી લેતા પરિજનો નારાજ બન્યા હતા. આટલા વર્ષો સુધી પરિવારે ભણાવી-ગણાવી દીકરીને મોટી કર્યા બાદ દીકરીએ કોર્ટમેરેજ કરી લેતા પિતાએ દીકરી સાથેના તમામ સંબંધનો અંત લાવ્યો હતો. આ સાથે પિતાએ સમાજ ના લોકો ને બોલાવી બેસણું કર્યું અને દીકરી પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી.
માતાએ રડતાં રડતાં જુઓ શું કહ્યું ?
લીલોર ગામની દીકરીએ ગામજ યુવક જોડે ભાગીને કોર્ટમેરેજ કરી લેતાં પરિજનોને ભારે આઘાત લાગ્યો છે. આ તરફ દીકરીની માતાએ કહ્યું કે, એના પિતાએ સુખ-દુ:ખ બેઠી તેને ભણાવીને મોટી કરી, તેના પિતાની ઈચ્છા હતી કે, ગામમાં કોઈના ના થયા હોય તેવા લગ્ન તેઓ તેમની દીકરીના કરવાં માંગતા હતા. પણ દીકરીએ એક વાર પણ અમારું વિચાર્યું નહિ.
દીકરીએ પોતાના ગામના યુવક સાથે કોર્ટ મેરેજ કરી લેતા, પિતા એ દીકરી તરીકેના તમામ સબંધ નો અંત લાવ્યા, પિતાએ સમાજ ના લોકોને બોલાવી બેસણું કર્યું
- વાઘોડીયાના લીલોર ગામે દીકરીનો વિચિત્ર કિસ્સો
- દીકરીએ પ્રેમ લગ્ન કરતાં પિતાએ રાખ્યું બેસણું
- જીવતે જીવ દીકરીનું બેસણું રાખતા લોકોમાં આશ્ચર્ય
- પિતાને પ્રેમ લંગ્ર મંજૂર ન હોવાથી લીધો આવો નિર્ણય
- સમાજના લોકો બોલાવી પિતાએ દીકરી પ્રત્યે બતાવી નારાજગી
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે