Abhayam News
AbhayamNews

કોરોના વાયરસના ડેલ્ટા વેરિઅન્ટ ને લઇ જાણો WHO ચીફે શું આપી ચેતવણી?….

ભારતમાં પ્રથમવાર મળેલા કોરોના વાયરસના ડેલ્ટા વેરિએન્ટને લઈને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ચીફે ચેતવણી આપી છે. ડબ્લ્યૂએચઓના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અદહાનોમ ગેબ્રેયેસસે ચેતવણી આપી કે દુનિયા કોવિડ-19 મહામારીના ખુબ ખતરનાક તબક્કામાં છે, જેનું ડેલ્ટા જેવું સ્વરૂપ વધુ સંક્રામક છે અને સમયની સાથે સતત બદલી રહ્યું છે. તેમણે કહ્યું કે, જે દેશની ઓછી વસ્તીને રસી લાગી છે ત્યાં હોસ્પિટલોમાં ફરી દર્દીઓની સંખ્યા વધવા લાગી છે

વિશ્વ આરોગ્ય સંસ્થાના ચીફે કહ્યુ- જન સ્વાસ્થ્ય અને સામાજિક ઉપાયો જેમ કે નજર રાખવી, શરૂઆતી સ્તર પર બીમારીની ઓળખ કરવી, ક્વોરેન્ટાઈન અને સ્વાસ્થ્ય દેખરેખ હજુ મહત્વપૂર્ણ છે. ડબ્લ્યૂએચઓના ડાયરેક્ટર જનરલે કહ્યુ કે, માસ્ક લગાવવું, સામાજીક અંતર, ભીડ વાળી જગ્યાઓછી બચવુ અને ઘરોને વેન્ટિલેટેડ રાખવાની પર્યાપ્ત વ્યવસ્થા મહત્વની છે. તેમણે દુનિયાભરના નેતાઓને વિનંતી કરી કે તે એકસાથ મળીને નક્કી કરે કે આગામી વર્ષ સુધી દરેક દેશની 70 ટકા વસ્તીને કોરોના વિરોધી રસી લગાવવામાં આવે. 

તેમણે કહ્યું, મહામારી ખતમ કરવા, લોકોનાવ જીવ બચાવવા, વૈશ્વિક આર્થિક રિકવરી તથા ખતરનાક સ્વરૂપોને પેદા થવા રોકવાની આ સૌથી સારી રીત છે. આ સપ્ટેન્બરના અંત સુધી અમે નેતાઓને બધા દેશોની ઓછામાં ઓછી 10 ટકા વસ્તીનું રસીકરણ કરવાની વિનંતી કરી રહ્યાં છીએ. ડબ્લ્યૂએચઓએ આ સપ્તાહે કહ્યું હતું કે સૌથી પહેલા ભારતમાં જોવા મળેલું ડેલ્ટા સ્વરૂપ ઓછામાં ઓછા 100 દેશોમાં સામે આવ્યું છે. 

ડેલ્ટા જેવું સ્વરૂપ વધુ સંક્રામક છે અને ઘણા દેશોમાં તે ફેલાય રહ્યું છે. આ સાથે આપણે મહામારીના ખતરનાક તબક્કામાં છીએ. ગેબ્રેયસસે કહ્યુ- કોઈપણ દેશ અત્યારે ખતરાથી બહાર નથી. ડેલ્ટા સ્વરૂપ ખતરનાક છે અને સમયની સાથે વધુ બદલાય રહ્યો છે જેના પર સતત નજર રાખવાની જરૂર છે. તેમણે કહ્યું કે, ડેલ્ટા સ્વરૂપ ઓછામાં ઓછા 98 દેશોમાં સામે આવ્યું છે અને તે દેશોમાં ઝડપી ફેલાવો થઈ રહ્યો છે, જ્યાં રસીકરણ ઓછું થયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

ગિરનારની લીલી પરિક્રમા ના પડાવ

Vivek Radadiya

નવોદય વિદ્યાલયમાં એડમિશન લેવું છે તેમના માટે મહત્વની નોટિસ

Vivek Radadiya

હવે નહીં આવે ઓવરસ્પીડનો મેમો!

Vivek Radadiya