Abhayam News
AbhayamNews

સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી,કહ્યું…..

સુપ્રીમ કોર્ટે આ મામલાની ગંભીરતાથી નોંધ લઈને ગુજરાત રાજ્ય સરકારની ઝાટકણી કાઢી છે. આટલા બધા ક્લેઈમ ખોટા ન હોઈ શકે. જેથી સરકારે મંજૂર કરેલી અરજીને કોરોના વાયરસથી થયેલી ડેથ ગણવાની જરૂર છે.

પછી રાજ્ય સરકારે પોતાના ઓફિશિયલ આંકડામાં સુધારો કરવાની ફરજ પડી છે. કોરોના વાયરસથી થયેલા મૃત્યુમાં સહાય મુદ્દે ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં વિગત રજૂ કરી હતી.જેમાં સરકારી ચોપડે નોંધાયેલા 10579 મૃત્યુ સામે કોરોના મૃત્યુ મુદ્દે આર્થિક મદદ માટે 102230 અરજીઓ ગુજરાત સરકારને મળી છે.

જેમાંથી રાજ્ય સરકારે 87045 અરજી મંજૂર કરી દીધી છે. આ પહેલા કોરોનાથી મોત થયું હોય અથવા કોરોના રિપોર્ટ પોઝિટિવ હોય તથા એક મહિનામાં મોત થયું હોય એવા દર્દીઓના મોતને કોરોનાથી થતા મોત ગણીને મદદ ચૂકવવા માટે સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો હતો.

કોરોના કાળમાં મૃત્યું પામેલા દર્દીઓના પરિવારને મૃત્યુ સહાય અંગે ગુજરાત રાજ્ય સરકારે દિલ્હીની સુપ્રીમ કોર્ટમાં એવી કબૂલાત કરી છે કે, સરકારી ચોપડે 10579 મોત સામે મૃત્યુ સહાય માટે 1 લાખથી વધારે અરજી મળી છે.

જેમાં ગુજરાત રાજ્ય સરકારે 87000 જેટલી જ અરજીને મંજૂરી આપી છે. જેને લઈને દેશની સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું હતું. ઘણા રાજ્યમાં સરકારી આંકડા અને કોરોનાના સરકારી આંકડા અને સહાય માટે મંજૂર કરેલી અરજીના આંકડામાં મોટો તફાવત દેખાયો છે.

આ સુનાવણીમાં દેશની સુપ્રીમ કોર્ટે ગુજરાત રાજ્ય સરકારને માત્ર ફીગર જ નહીં પણ મૃતકના નામ, સરનામા, અવસાન થયા તારીખ સહિત અન્ય વિગત રજૂ કરવા માટે આદેશ કર્યો છે.

આ વિગત રાજ્ય સરકાર એમના રાજ્યની લીગલ સર્વિસ ઓથોરિટીના સભ્ય સેક્રેટરીઓને પૂરી પાડીને રીપોર્ટ કરે.

રાજ્ય સરકાર ચીફ મિનિસ્ટર સેક્રેટરીએટના ડે.સેક્રેટરી કક્ષાના અધિકારીની નોડલ ઓફિસર તરીકે નિયુક્તિ કરે. નોડલ અધિકારી અને મેમ્બસ સેક્રેટરી એકબીજાના સંકલનમાં મૃતકના પરિવારજનોને વળતર ચૂકવવાની કામગીરી કરે.

સુપ્રીમ કોર્ટે એ વાતની પણ નોંધ લીધી છે કે, વેલ્ફેર સ્ટે તરીકે વળતર આપવાની જવાબદારી સરકારની છે. રાજ્ય વળતર ચૂકવીને કોઈ ઉપકાર નથી કરતી. કોઈ કારણોસર મદદ માટેની અરજીઓ નામંજૂર ન થવી જોઈએ.

આવો આદેશ ગુજરાત સહિત અન્ય રાજ્યોને પણ કર્યો છે. આ માટે જે તે રાજ્ય સરકારોએ બજેટ પ્રોવિઝન કરવાની કોઈ જરૂર નથી. મુખ્યમંત્રી કોવિડ રીલિફ ફંડ કે સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફંડમાંથી આ પરિવારજનોને વળતર દેવા એવું ભાર દઈને કહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

એમેઝોન ઓર્ડરનાં નામે મહિલા સાથે થયો સ્કેમ

Vivek Radadiya

12મું પાસ ગુજરાતીઓને USAમાં ઘૂસાડવાનું ષડ્યંત્ર

Vivek Radadiya

પૃથ્વીથી ચંદ્ર સુધીની ચંદ્રયાનની સફર નિહાળો જૂનાગઢમાં

Vivek Radadiya