Abhayam News
AbhayamNews

મહિલાએ લિફ્ટ માંગીને યુવકનું કર્યું અપહરણ, મારમારીને માંગી લાખોની ખંડણી…..

 યુવકોને હની ટ્રેપમાં ફસાવીને લાખો રૂપિયા પડાવવાની ઘટનાઓ છાસવારે બનતી રહે છે. ત્યારે જૂનાગઢ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ભેસાણ તાલુકાના ધોળવા ગામના યુવકને હનીટ્રેપમાં ફસાવીને અપહરણ કરનારી ટોળકીને પકડી પાડી છે.

આ ટોળકીમાં એક મહિલા સહિત ત્રણ લોકો સામેલ છે.

મહિલા કોણ છે કેમ બીજાની બૈરીને લઈને ફરો છો? તેવું જણાવી મોટર સાઈકલ ઉપર બેસાઈડીને અપહરણ કરી જૂનાગઢ શહેરમાં લાવી ગેરકાયદેસર અટકાયત કરી હતી. મામલો પતાવવા પહેલા ત્રણ લાખની ખંડણી માંગી અને પતાવટના રૂ.1.20 લાખ ખંડણી માંગી હતી.

ફરિયાદી ભાવેશ બોરડનો ભાઈ મુકેશ ભોરડ સુરત ખાતે હોવાથી આંગડિયામાં રૂપિયા મોકલવાનું કહેતા ભેંસાણના આગેવાનો નટુભાઈ પોકીયા દ્વાર ડિવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને આ બાબતની જાણ કરી હતી.

મળતી માહિતી પ્રમાણએ જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ધોળવા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા 35 વર્ષીય ભાવેશભાઈ રામજીભાઈ બોરડ મેંદપરા ગામથી જૂનાગઢ તરફ પોતાના મોટર સાઈકલ ઉપર આવતા હતા ત્યારે બલિયાવડ ગામ થઈ આગળ ભેંસાણ ચોકડી પાસે એક અજાણી મહિલાએ રોકી લિફ્ટ માંગી હતી.

પોતાના મોટર સાઈકલ ઉપર બેસાડી થોડા આગળ જઈને બે મોટર સાઈકલ સવારે પોતે એલસીબી પોલીસના માણસો હોવાની ઓળક આપી હતી.

જેના પગલે જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા રવિ તેજા વાશમ શેટ્ટી દ્વારા હનીટ્રેપના ગુન્હાની ગંભીરતા ધ્યાને લઈને યુવકનું અપહરણ થયું હોવાથી હનીટ્રેપના આરોપીની ચંગુલમાંથી છોડાવવાની પ્રાથમિક્તા રાખી હતી.

જેના પગેલ પોલીસની જુદી જુદી ટીમો દ્વારા તાત્કાલિક તપાસ હાથધરી હતી. અને મોબાઈલ દ્વારા સુરત મુકેશભાઈનો સંપર્ક કરીને ફરિયાદીના નામે આંગડિયા પેઢીમાં રૂપિયા મંગાવવામાં આવ્યા હતા.

એક આરોપી અરવિંદ ગજેરા રૂપિયા લેવા આવતા ફરિયાદી અપહપ્તને આરોપીની ચુંગાલમાંથી છોડાવ્યો હતો.

જૂનાગઢ પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન ફરિયાદ ભાવેશભાઈ રામજીભાઈ બોરડના અપહરણ કરનાર આરોપીઓ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથધરી હતી.

આરોપીની વાત કરીએ તો અમરેલીના લાખાપાદર ગામમાં રહેતા 37 વર્ષીય અરવિંદ ઉર્ફે અનિલ ગજેરા, રાજકોટના નાની પરબડીના 29 વર્ષીય ભરત ડાયાભાઈ પારધી અને 38 વર્ષીય જિન્નતબેન ઉર્ફે બીબીબેન ઘાંચીનો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

સમય જતા દારૂની છૂટછાટ અંગે ગુજરાત સરકાર લઇ શકે છે મોટો નિર્ણય

Vivek Radadiya

હિંદુઓને લઇને નીતિન પટેલએ જણાવ્યું છે

Vivek Radadiya

અયોધ્યામાં રામ મંદિરઃ પ્રાણ પ્રતિષ્ઠાનો સમય થયો જાહેર

Vivek Radadiya