Abhayam News
AbhayamNews

જાણો ગ્રાહકોને કેટલા પૈસા પાછા મળશે,RBIએ આ બેંકનું લાઇસન્સ રદ્દ કર્યું…

બેંકની બિઝનેસ સ્થિતિમાં સુધાર ન થવાના કારણે હવે લાઇસન્સ રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાના નિર્ણયમાં કહ્યું છે કે બેંક પાસે જરૂરી પૂંજી નથી અને આગામી સમયમાં કમાણીની સંભાવના પણ નથી.

એવામાં લાઇસન્સ રદ્દ કરવું ગ્રાહકોના હિતમાં છે. મહારાષ્ટ્રના નાસિક શહેરમાં સ્થિત ઇન્ડિપેન્ડેન્સ કો-ઓપરેટિવ બેંક લિમિટેડનું લાઇસન્સ રદ્દ કરતા રિઝર્વ બેંકે સંબંધિત વિભાગ અને અધિકારીઓને પણ આ બાબતે જાણકારી આપી દીધી છે.

ભારતીય રિઝર્વ બેંક (RBI)એ મહારાષ્ટ્રની ઇન્ડિપેન્ડેન્સ કો-ઓપરેટિવ બેંક લિમિટેડનું લાઇસન્સ રદ્દ કર્યું છે. આ બેંક હવે ગ્રાહકોને સેવા નહીં આપી શકે. RBIએ એક નિવેદનમાં કહ્યું છે કે પરિણામે બેંક 3 ફેબ્રુઆરી 2022ના બિઝનેસની સામાપ્તિથી બેંકિંગ બિઝનેસ કરવાનું બંધ કરી દેશે.

RBIએ ગુરુવારે આ આદેશ આપ્યો હતો. RBIએ પોતાના આદેશમાં કહ્યું કે બેંકની નાણાંકીય સ્થિતિને જોતા ગયા વર્ષે પણ રિઝર્વ બેંકે તેના પર કેટલાક પ્રતિબંધ લગાવ્યા હતા. ત્યારે નિર્ણયના કારણે ગ્રાહક 6 મહિના સુધી પૈસા કાઢી શકતા નહોતા.

બેંકના ગ્રાહકોની જમા રકમ નિયમ હેઠળ પાછી આપવાના સંબંધમાં પગલાં ઉઠાવવા પણ કહેવામાં આવ્યું છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના આદેશ મુજબ બેંકના ગ્રાહકોને 5 લાખ રૂપિયા સુધી જમા રકમ પાછી આપી દેવામાં આવશે.

બેંકના આંકડાઓ મુજબ અહી 99 ટકા ખાતાધારક પોતાની સંપૂર્ણ રકમ મેળવવાના હક્કદાર છે એટલે કે તેમના બેંક ખાતામાં 5 લાખ કે તેનાથી ઓછી રકમ જમા છે. એવામાં બેંકનું લાઇસન્સ રદ્દ કરવાના નિર્ણયથી માત્ર 1 ટકા ગ્રાહક પ્રભાવિત થશે.

જો કોઈ બેંક ડૂબે છે તો તેના ગ્રાહકોને મહત્તમ 5 લાખ રૂપિયા સુધીની રકમ પાછી મળી શકે છે તેનાથી વધારે રકમ મળી શકતી નથી. ડિપોઝિટ ઇન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ કોર્પોરેશન (DICGC)ના નિયમો મુજબ દરેક ગ્રાહકની 5 લાખ સુધીની રકમ વિમો હોય છે. બેંક દ્વારા આપવામાં આવેલા આંકડાઓ મુજબ 27 જાન્યુઆરી 2022 સુધી બેંકે 2.36 કરોડ રૂપિયા ગ્રાહકોને પાછા આપી દીધા છે.

બાકી ગ્રાહકોને પૈસા પાછા આપવાની પ્રક્રિયા ચાલુ છે અને તેને જલદી જ પૂરી કરી લેવાની આશા છે. બેંક દ્વારા પ્રસ્તુત આંકડાઓ મુજબ 99 ટકાથી વધુ જમાકર્તા DICGC પાસે પોતાની જમા રકમની સંપૂર્ણ રાશિ પ્રાપ્ત કરવાના હક્કદાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

ફરી દેશ છોડવાની તૈયારીમાં નવાઝ શરીફ?

Vivek Radadiya

ગુજરાત સરકારે આ સેક્ટરમાં 3000 કરોડના MoU કર્યા, સંભવિત 9000 રોજગારીની તકોનું સર્જન થશે, જાણો વિગત

Vivek Radadiya

હાર માટે અપેક્ષા પ્રમાણે કોંગ્રેસે EVMને જવાબદાર ગણાવ્યું

Vivek Radadiya