Abhayam News
AbhayamNews

કોરોના કેસો વધતા રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય- કર્ફ્યુના સમય ગાળામાં કર્યો વધારો..

આખા વિશ્વમાં કોરોના બાદ હવે ઓમિક્રોન(Omicron)એ હાહાકાર મચાવ્યો છે. જેને કારણે હવે સરકાર પણ એલર્ટ થઇ ગઈ છે. કોરોનાનો આ ખતરનાક પ્રકાર ઓમિક્રોન અત્યંત ખતરનાક માનવામાં આવે છે. હાલમાં ભારતમાં પણ ઓમિક્રોનના કેસમાં ધરખમ વધારો થઇ રહ્યો છે. ત્યારે હવે ગુજરાત સરકાર(Government of Gujarat) દ્વારા પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાતના 8 મહાનગરપાલિકા અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં રાત્રે 1 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી આ રાત્રી કર્ફ્યુ યથાવત રહેશે. આ ગાઇડલાઇન 31 ડિસેમ્બર સુધી અમલમાં રહેશે. રાજ્ય સરકાર દ્વારા કર્ફ્યું અંગે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. કોરોનાના કેસ વધતા રાજ્ય સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

અગાઉ ગાઇડલાઇન મુજબ હાલમાં હોટલ-રેસ્ટોરન્ટ ઉપરાંત દુકાનો બજારો લારી-ગલ્લા માર્કેટ યાર્ડ અને શોપિંગ કોમ્પ્લેક્ષ રાતના 12 વાગ્યા સુધી જ ખુલ્લા રાખી શકાશે.

ઓમિક્રોનના કહેર વચ્ચે રાત્રી કર્ફ્યૂ(Night curfew) સરકાર દ્વારા ફરી એકવાર યથાવત રાખવામાં આવ્યો છે. હાલમાં રાજ્યમાં કોરોનાના કેસ 50-70ની વચ્ચે નોંધાઈ રહ્યા છે. તો કોરોનાના આફ્રિકન વેરિયન્ટ ઓમિક્રોનની દહેશત વચ્ચે સરકાર કોઇ છુટ આપવાના મુડમાં હોય તેવુ લાગી રહ્યું નથી. જેના પગલે સરકાર દ્વારા જુના નિયમોમાં કોઇ જ છુટછાટ આપ્યા વગર તમામ નિયમોને યથાવત્ત જ રાખવામાં આવ્યા છે.

ગુજરાતમાં અમદાવાદ 3,

જામનગર 3,

સુરત 2,

વડોદરા 2,

વડોદરા 2,

ગાંધીનગર 1,

મહેસાણા 1,

આણંદ 1,

રાજકોટ 1

માં ઓમિક્રોનના કેસ નોંધાઈ ચુક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

અંદરથી કેવી દેખાય છે Amrit Bharat Express

Vivek Radadiya

કર્માવદ તળાવમાં અપાશે નર્મદાનું પાણી 

Vivek Radadiya

13 થી 18ની વચ્ચે ગુજરાતમાં પણ માવઠુ થવાની શક્યતા: અંબાલાલ

Vivek Radadiya