Abhayam News
AbhayamNews

તક્ષશિલા અગ્નિકાંડ:તક્ષશિલા કેસમાં બિલ્ડર હરસુખ વેકરીયાને રૃા.૩૫ લાખ જમા કરાવવાની શરતે મહિનામાં જામીન..

તક્ષશિલા અગ્નિકાંડમાં સંડોવાયેલાં બિલ્ડર હરસુખ વેકરિયાને હાઇકોર્ટે રૂ.35 લાખનું વળતર વાલીઓને આપવાની શરતે અઢી વર્ષે જામીન પર મુક્ત કર્યો છે. આ સાથે જ સમગ્ર કેસમાં સંડોવાયેલાં કુલ 14 આરોપીઓ પૈકી 12ને કોર્ટે જામીન આપી દીધા છે. હવે જેલમાં ટ્યુશન ક્લાસિસ સંચાલક ભાર્ગવ બુટાણી અને બિલ્ડર દિનેશ વેકરિયા છે.

ક્લાસિસ સંચાલક ભાર્ગવ અને બિલ્ડર દિનેશ હજુ જેલમાં..


22 માસુમોના મોત થયા હતા, 14 આરોપીમાંથી હાલ12 જામીન પર..

તક્ષશિલા કેસની ટ્રાયલ ચાલી રહી છે. આજે બે પંચોની ઉલટ-સરતપાસ લેવામાં આવી હતી. ત્યારબાદ મૂળ ફરિયાદી તરફે એડવોકેટ પિયુષ માંગુકિયાએ બંને પંચની ફેર તપાસની માંગ કરી હતી. જેની પર હવે 1લી જાન્યુઆરીના રોજ હુકમ આવશે.

હાઇકોર્ટે આરોપી હરસુખ વેકરિયાને રૂ.35 લાખ 4 મહિનાના ગાળામાં જમા કરાવવાનો આદેશ કર્યો છે. આરોપી 26 મે 2019ના રોજથી જેલમાં છે. નોંધનીય છે કે, સરથાણા ખાતે તક્ષશિલા આર્કેડમાં આગ લાગતા 22 વિદ્યાર્થીઓના કરૂણ મોત નીપજ્યા હતા. પોલીસે ગુનો નોંધી કુલ 14 આરોપીઓની ધરપકડ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

ગુજરાત હાઈકોર્ટ પણ કોરોના કેસ વધતાં એલર્ટ, ચીફ જસ્ટિસે બોલાવી મહત્વની બેઠક…

Abhayam

હાર્ટ એટેક આવતાં થયું કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું નિધન !

Archita Kakadiya

ભીખ માંગો, ઉધાર લાવો કે ચોરી કરો, પણ ગમે તેમ કરી લોકોના જીવ બચાવો:-દિલ્હી હાઈકોર્ટે મોદી સરકારને કહ્યું..

Abhayam

Leave a Comment