Abhayam News
Abhayam News

રૂપાણી સરકાર માસ્કના દંડ મામલે લેશે આ મોટો નિર્ણય..

કોરોના વાયરસની બીજા વેવની અસર ઓછી થઈ રહી છે. સંક્રમણ ઘટી રહ્યું છે. ધીમે ધીમે દરેક જિલ્લામાં સ્થિતિ કાબુમાં આવી રહી છે. ત્યારે ગુજરાત રાજ્યની પ્રજાને રાહત મળે એવો રૂપાણી સરકાર નિર્ણય કરવા જઈ રહી છે. આ માટે રાજ્ય સરકારે ગુજરાત હાઈકોર્ટમાં પણ રજૂઆત કરી છે. ગુજરાત રાજ્ય સરકારે માસ્કનો દંડ ઘટાડવા કવાયત શરૂ કરી છે.

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીની સુચના મુજબ રાજ્ય સરકાર માસ્ક ન પહેરવા બદલ રૂ.1000નો દંડ ઘટાડી રૂ.500 કરવા જઈ રહી છે. આ માટે નામદાર હાઈકોર્ટ સામે રજૂઆત કરવામાં આવશે. રાજ્યના મુખ્યમંત્રી રૂપાણીએ પ્રજાના હીતને ધ્યાનમાં રાખીને માસ્ક ન પહેરવા બદલ રૂ.1000નો દંડ નક્કી કર્યો હતો. હવે સ્થિતિને ધ્યાને લઈને એમાં પણ ઘટાડો કરવા માટે સરકારે તૈયારી કરી છે.

આ દંડની રકમ રૂ.500 કરવા ગુજરાત હાઈકોર્ટ સામે રજૂઆત કરવા રાજ્ય સરકારના સંલગ્ન વિભાગોને સૂચના આપી દેવામાં આવી છે. ગુજરાતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દૈનિક કેસની સંખ્યામાં પણ ઘટાડો થઈ રહ્યો છે. જ્યારે મૃત્યુઆંક પણ ઓછો થઈ રહ્યો છે. મંગળવારે નવા 151 કેસ નોંધાયા છે. નવા નોંધાતા કેસ સામે રાજ્યમાં સાજા થનારા લોકોની સંખ્યા વધી રહી છે. રીક્વરી રેટ 98.09 ટકા સુધી પહોંચી ગયો છે. મંગળવારે અમદાવાદમાં 36 નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે સુરત શહેરમાંથી 16 નવા કેસ નોંધાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

સુરતમાં તાઉ-તેનો ખતરો ડુમસ બીચ બંધ કરાયો…..

Abhayam

જાણો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શું કરી મોટી જાહેરાત ?…

Abhayam

સામાન્ય નાગરિક પાસે દંડ લેવાય છે તો PI અને મેયરે દંડ ભરવો જોઈએ એવી પ્રજાની માગ જાણો સમગ્ર બનાવ..

Abhayam

Leave a Comment