Abhayam News
AbhayamNews

ગુજરાતમાં આ તારીખથી લવ જેહાદનો કાયદો અમલી…

 કાયદો તોડવો બિનજામીનપાત્ર, કોગ્નિઝેબલ ગુનો..

ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ બાદ ગુજરાત એવું રાજ્ય બનવા જઈ રહ્યું છે કે જ્યાં લવ જેહાદ વિરોધી કાયદો અમલમાં મૂકવા જઇ રહ્યો છે.ગુજરાતમાં લવ જેહાદ વિરોધી કાયદો ૧૫ જૂનથી અમલી થશે તેવો મહત્વનો નિર્ણય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ લીધો છે. આ કાયદા હેઠળ માત્ર ધર્મ પરિવર્તનના હેતુથી બળજબરી તેમજ છેતરપિંડીથી થયેલા લગ્ન કોર્ટ દ્વારા રદ કરાશેગુજરાતમાં લોભ-લાલચ, બળજબરી કે કોઇ પણ પ્રકારની હિંસાના પ્રભાવ હેઠળ કોઇ પણ વ્યક્તિને ધર્મ પરિવર્તન ન કરાવવામાં આવે તે સુનિશ્ચિત કરવા ‘ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ-ર૦૦૩’નો રાજ્યમાં અમલ થઇ રહ્યો છે.

ગુજરાતમાં લવ જેહાદના કાયદાને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. 15 જૂનથી ધર્મ સ્વાતંત્ર્ય સુધારા અધિનિયમ 2021 અમલી બની જશે. જે બાદ ધર્મ પરિવર્તનના હેતુથી કરેલા લગ્નને કોર્ટ રદ કરી શકશે. અને લગ્નના હેતુથી કરેલા ધર્મ પરિવર્તન પણ રદ થઈ શકશે.

15 જૂનથી ધર્મ સ્વાતંત્ર્ય સુધારા અધિનિયમ 2021 અમલી
ધર્મ પરિવર્તનના હેતુથી કરેલા લગ્ન કોર્ટ રદ કરી શકશે
લગ્નના હેતુથી કરેલ ધર્મ પરિવર્તન પણ રદ થઈ શકશે

વિધાનસભામાં લવ-જેહાદ કાયદો પસાર કર્યા બાદ રાજ્યપાલે મંજૂરી આપી હતી - ફાઇલ તસવીર. - Divya Bhaskar

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ-ર૦૦૩માં કરવામાં આવેલા સુધારાઓના સંદર્ભમાં હવે આગામી તા.૧પ જૂનથી રાજ્યમાં ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય (સુધારા) અધિનિયમ-ર૦ર૧ અમલી કરવાનો નિર્ણય કર્યો છે. માત્ર ધર્મ પરિવર્તનના હેતુથી કરેલ લગ્ન અને, અથવા લગ્નના હેતુથી કરેલ ધર્મ પરિવર્તનના કિસ્સામાં થયેલ લગ્ન ફેમીલી કોર્ટ, ન્યાયક્ષેત્ર ધરાવતી કોર્ટ દ્વારા રદ કરવામાં આવશે. કોઇપણ વ્યક્તિ સીધી રીતે અથવા અન્યથા કોઇપણ વ્યક્તિની બળપૂર્વક અથવા લલચાવીને અથવા કપટયુક્ત સાધનો દ્વારા અથવા લગ્ન દ્વારા અથવા લગ્ન કરાવવા અથવા લગ્ન કરાવવામાં મદદ કરવા ધર્મ પરિવર્તન કરાવી શકશે નહી.

“તપાસ DySP કે તેથી ઉપરના અધિકારી કરશે”

ગુજરાત સરકારે ગત વિધાનસભા સત્રમાં પ્રવર્તમાન કાયદામાં સુધારો કરી લવ જેહાદની પ્રવૃત્તિઓ કરતા લોકો પર અંકુશ લાદવા વિધેયક રજૂ કર્યું હતું. આ વિધેયકને મંજૂરી મળતાં કાયદામાં સુધારો કરી રાજ્ય સરકાર નવા નિયમો લાગુ કરશે. આ કાયદા પ્રમાણે ભોગ બનનારી વ્યક્તિના કોઈ પણ નજીકનાં સગાં ફરિયાદ નોંધાવી શકશે અને ધર્મપરિવર્તન કરાવનારા લોકો અને તેમાં સામેલ સંસ્થા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. લવ જેહાદ વિરોધી કાયદા હેઠળના ગુના બિનજામીનપાત્ર તથા કોગ્નિઝેબલ ગુના ગણાશે તેમ જ તેની તપાસ ડીવાયએસપી કે તેથી ઉપરના દરજ્જાના અધિકારી કરશે.

Gujarat MP Mansukh Vasava writes to CM Vijay Rupani to bring strict laws on  Grooming Jihad

આ કાયદા હેઠળ શું શું જોગવાઈ રહેશે?

1)ગુનો કરનાર, કરાવનાર, મદદગાર, સલાહકારને પણ થશે સજા

2)બળપૂર્વક, લલચાવીને, કપટથી ધર્મ પરવિર્તન નહીં થઈ શકે

3)ગુનો કરનાર, કરાવનાર, મદદગાર, સલાહકારને પણ થશે સજા

4)દોષિતને 3 વર્ષથી 5 વર્ષ સુધીની કેદ, રૂ.2 લાખ દંડની જોગવાઈ


5)સગીર, સ્ત્રી, SC, STના કેસમાં 4થી 7 વર્ષ કેદની જોગવાઈ


6)સગીરા, અનુસૂચિત જાતિ કે અનુસૂચિત આદિજાતિની મહિલા ભોગ બની હોય તો 4થી 7 વર્ષ સુધીની કેદ અને ઓછામાં ઓછો 3 લાખનો દંડ થશે.

7)Sકાયદા હેઠળના ગુના બિનજામીનપાત્ર તથા કોગ્નીઝેબલ ગુના ગણાશે


8)ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ-2003નો અત્યાર સુધી હતો અમલ


આ અંગે સાબિત કરવાનો ભાર (Burden of Proof) આરોપી, ધર્મપરિવર્તન કરાવનારા તથા સહાયક પર રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

વર્લ્ડ કપ 2023ના પ્લેઇંગ-11ની જાહેરાત

Vivek Radadiya

ગુજરાતમાં આ જગ્યાએ કોંગ્રેસમાં ભંગાણ, આટલા થી વધુ આગેવાનો AAPમાં જોડાયા..

Abhayam

સુપ્રીમ કોર્ટનો કડક નિર્દેશ- 31 જુલાઈ સુધીમાં આ યોજના લાગુ કરવા કર્યો હુકુમ.

Abhayam