Abhayam News
Abhayam News

રાજ્યની રજિસ્ટર્ડ ગૌશાળા નોંધાયેલા પશુઓ માટે CMની મહત્ત્વની જાહેરાત….

ગુજરાત સરકારે જણાવ્યું કે, CM વિજય રૂપાણીએ કોરોના વાયરસ સંક્રમણની બીજી લહેરને પરિણામે સર્જાયેલી સ્થિતિને કારણે રાજ્યના મૂંગા-અબોલ પશુજીવોને ઘાસચારો-પશુ આહાર મેળવવામાં મુશ્કેલી ન પડે તેવી સંવેદના સાથે રાજ્યની રજિસ્ટર્ડ ગૌશાળા, પાંજરાપોળના નોંધાયેલાપશુઓ માટે પશુદિઠ દૈનિક રૂ. 25 સહાય રાજ્ય સરકાર તરફથી આપવાનો નિર્ણય કર્યો છે.

આ સહાય આપવાને પરિણામે રાજ્ય સરકાર અંદાજે રૂ.70 કરોડનો વધારાનો બોજ વહન કરશે. અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે કોરોનાની પહેલી લહેર દરમિયાન મુખ્યમંત્રીએ આવી રૂ. 25ની દૈનિક પશુ સહાય એપ્રિલ-2020 અને મે-2020 મહિનામાં પણ પાંજરાપોળ ગૌશાળાઓ માટે જાહેર કરેલી હતી અને જિલ્લા કલેકટરતંત્ર દ્વારા તે ગૌશાળા-પાંજરાપોળને પહોચાડવામાં આવી હતી.

રાજ્યની રજિસ્ટર્ડ ગૌશાળા, પાંજરાપોળના આશરે 4.50 લાખ જેટલા પશુઓ માટે જૂન-જુલાઇ એમ બે મહિના સુધી પશુદિઠ રોજના રૂ. 25ની સહાય રાજ્ય સરકાર આપશે તેવો નિર્ણય CM વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઊર્જા મંત્રી સૌરભ પટેલ અને વરિષ્ઠ સચિવોની ઉપસ્થિતિમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

મુખ્યમંત્રીએ પશુઓ-અબોલ જીવોને ઘાસચારો મળી રહે તે માટેની સંવેદના દર્શાવી આ સહાય આ વર્ષે જૂન-2021 અને જુલાઇ-2021 એમ બે મહિના માટે આપવાનો નિર્ણય કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

૭૭ IPS ઓફીસર ની થઇ બદલી સુરત ના નવા કલેક્ટર કોણ છે જાણો ?..

Abhayam

વેક્સિનેશન ડ્રાઇવનું થયું સુરસુરિયું વેક્સિનેશન સેન્ટર પર માર્યા તાળા..

Abhayam

India vs Australia 2nd T20i Match Report::ટીમ ઈન્ડિયાનો પલટવાર ઓસ્ટ્રેલિયાને 6વિકેટે હરાવ્યું, રોહિતની તોફાની ઇનિંગ્સ

Archita Kakadiya

Leave a Comment