Abhayam News
AbhayamNewsSports

વર્લ્ડ કપ 2023ના પ્લેઇંગ-11ની જાહેરાત

World Cup 2023 Playing XI announced

વર્લ્ડ કપ 2023ના પ્લેઇંગ-11ની જાહેરાત world cup playing 11: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલએ વર્લ્ડ કપ 2023 માટે તેના પ્લેઇંગ-11ની જાહેરાત કરી છે. લગભગ દોઢ મહિના સુધી ચાલેલી આ ટૂર્નામેન્ટમાં જોરદાર પ્રદર્શનના આધારે ICCએ તેના પ્લેઈંગ-11માં 6 ભારતીય ખેલાડીઓનો સમાવેશ કર્યો છે.

પેટ કમિન્સ જ બહાર !
ખાસ વાત તો એ છે કે, ચેમ્પિયન ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન પેટ કમિન્સને જ તેમાંથી બહાર રાખવામાં આવ્યા છે. ICCએ રોહિત શર્માને તેના પ્લેઇંગ-11નો કેપ્ટન બનાવ્યો છે. રોહિત સિવાય બાકીના 5 ભારતીયોમાં વિરાટ કોહલી, કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ શમીનો સમાવેશ થાય છે. જ્યારે દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર ગેલોર્ડ કોએત્ઝીને 12મા ખેલાડી તરીકે રાખવામાં આવ્યા છે

5 ભારતી ખેલાડી
દક્ષિણ આફ્રિકાના વિકેટકીપર-ઓપનર ક્વિન્ટન ડી કોકને પણ આ પ્લેઈંગ-11માં સ્થાન મળ્યું છે. જ્યારે ચેમ્પિયન ઓસ્ટ્રેલિયન ટીમના માત્ર બે ખેલાડીઓને પ્લેઈંગ-11માં સ્થાન મળ્યું છે. આ છે સ્પિનર ​​ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ અને સ્પિનર ​​એડમ ઝમ્પા. આ સિવાય ન્યૂઝીલેન્ડના ડેરેલ મિશેલને મિડલમાં જગ્યા મળી છે. બોલિંગમાં શ્રીલંકાના ફાસ્ટ બોલર દિલશાન મદુશંકાની પ્લેઈંગ-11માં પસંદગી થઈ છે.

બીજી તરફ પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઈંગ્લેન્ડ, નેધરલેન્ડ અને બાંગ્લાદેશના એક પણ ખેલાડીને જગ્યા આપવામાં આવી નથી. ક્વિન્ટન ડી કોક, રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ડેરેલ મિશેલ, કેએલ રાહુલ, ગ્લેન મેક્સવેલ, રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, દિલશાન મદુશંકા, એડમ ઝમ્પા અને મોહમ્મદ શમી. તેમજ 12મો ખેલાડી તરીકે ગેરાલ્ડ કોએત્ઝી સ્થાન અપાયું છે

વર્લ્ડ કપ 2023ના ટોપ-5 સ્કોર
વિરાટ કોહલી – 765 રન 
રોહિત શર્મા – 597 રન 
ક્વિન્ટન ડી કોક – 594 રન 
રચિન રવિન્દ્ર – 578 રન 
ડેરેલ મિશેલ – 552 રન 

વર્લ્ડ કપ 2023ના ટોપ-5 વિકેટ લેનાર
મોહમ્મદ શમી – 24 વિકેટ 
એડમ ઝમ્પા – 23 વિકેટ 
દિલશાન મદુશંકા – 21 વિકેટ 
જસપ્રિત બુમરાહ – 20 વિકેટ 
ગેરાલ્ડ કોએત્ઝી – 20 વિકેટ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે……

Related posts

છત્તીસગઢમાં એક યુવકને ત્રણ કિમી ગાડી પર ઘસડ્યો

Vivek Radadiya

જાણો શું છે આ ‘કરન્સી સ્વેપ એગ્રીમેન્ટ’

Vivek Radadiya

સ્વાસ્થ્યનું પાવરહાઉસ છે આ નાનકડા બીજ

Vivek Radadiya