Abhayam News
AbhayamNews

રાજકોટ:-રેમડેસિવીર બાદ આ દવાનો કારોબાર ઝડપાયો આટલા લાખની દવા જપ્ત..

ગુજરાતમાં કોરોનાની મહામારી વચ્ચે કેટલાક લેભાગુ તત્ત્વો લોકો સાથે છેતરપિંડી કરતા હોય તેવા કિસ્સાઓ સામે આવે છે. તો કેટલાક લોકો નકલી સેનેટાઈઝર અથવા નકલી ઇન્જેક્શનનું વેચાણ કરતા હોય તેવા કિસ્સાઓ પણ સામે આવ્યા છે. કોરોનાની બીજી લહેર દરમિયાન ઇન્જેક્શનની અછત હોવાના કારણે કેટલાક ઈસમોએ આવા નકલી ઇન્જેક્શનો હજારો રૂપિયા લઈને માર્કેટમાં વેચ્યા હોવાનું પણ સામે આવ્યુ હતું. ઇન્જેક્શનના વેચાણ બાદ હવે રાજકોટમાં નકલી દવાના કારોબારનો પર્દાફાશ થયો છે. ડ્રગ્સ વિભાગ દ્વારા 6 લાખ કરતાં વધુ રૂપિયાનો દવાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યું છે.

ડ્રગ્સ વિભાગના અધિકારીઓ દ્વારા જે ફાર્મા કંપનીમાં રેડ પાડવામાં આવી હતી તેનું નામ અનોકોવેક છે. રેડ દરમિયાન ફાર્મા કંપની અંદરથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓને 4500 જેટલી ટેબલેટ મળી આવી હતી. જોકે આ ટેબલેટ પર ઉત્પાદક કંપનીનું નામ લખવામાં આવ્યુ નહતું. આ ઉપરાંત અધિકારીઓને એવું પણ જાણવા મળ્યું હતું કે, દવા પર એક્સપાયરી ડેટ અને લાયસન્સ નંબર સહિતની વિગતો દર્શાવવામાં આવી નહોતી. તેથી અધિકારીઓ તાત્કાલિક આ દવાનો નમુનો લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો છે.

મુંબઈના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને માહિતી આપવામાં આવી હતી કે, રાજકોટમાં કેટલાક ઇસમો નકલી ફેબીફ્લૂ નામની દવાનું વેચાણ કરી રહ્યા છે. આ માહિતી ગુજરાત રાજ્યના દક્ષિણ વિભાગના અધિકારીઓએ રાજકોટ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને આપી હતી. આ માહિતીના આધારે રાજકોટ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ રાજકોટના મંગળા રોડ પર આવેલા પશ્ચિમ પ્લાઝામાં એક ફાર્મા એજન્સીમાં રેડ કરી હતી.

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ 6 લાખ રૂપિયાની 4500 જેટલી ટેબલેટ કબજે કરીને વધુ તપાસ શરૂ કરી છે. અધિકારીઓએ દવાના જે સેમ્પલ લેબોરેટરીમાં મોકલ્યા છે તેનો રિપોર્ટ આવ્યા બાદ જ ફાર્મા એજન્સીના સંચાલક સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં એક તરફ કોરોનાની મહામારી વચ્ચે લોકો તેમના સ્વજનોને બચાવવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે

કેટલાક કિસ્સાઓમાં પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે..

Related posts

આ સંસ્થા બાળકોને આપે છે અનોખું શિક્ષણ

Vivek Radadiya

જાણો જલ્દી:-ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પ્રભારી રાજીવ સાતવનું નિધન..

Abhayam

સુરત:-એમ્બ્રોઇડરી જોબવર્કમાં કામ કરતા મૃતક સભ્યોનાં પરિવારોને આર્થિક મદદરૂપ થતું તેજસ સંગઠન

Abhayam