Abhayam News
AbhayamNews

જેણે બંને ડોઝ લઈ લીધા એનું શું:-કોવિશિલ્ડના બીજા ડોઝનું અંતર ફરીથી વધ્યું,જાણો અહીંયા

કોવિશિલ્ડ વેક્સીનના બે ડોઝ વચ્ચેના અંતરને ફરીથી વધારી દેવામાં આવ્યું છે. હવે બંને ડોઝની વચ્ચે 12 ને બદલે 16 અઠવાડિયાનો ગેપ કરી દેવામાં આવ્યો છે. તેની પાછળનું તર્ક એ છે કે બંને ડોઝ વચ્ચે વધારે અંતર હોવાને લીધે તે વેક્સીન વધારે અસરકારક રહેશે. તેવામાં એ લોકોના મનમાં આ વાતને લઈને શંકા થઈ રહી છે કે જેમણે કોવિશિલ્ડના બંને ડોઝ લગાવડાવી દીધા છે. તેની પર કોવિડ વર્કિંગ ગ્રુપના ચેરમેન ડૉ. અનકે અરોરાએ કહ્યું છે કે જે લોકોએ કોવિશિલ્ડના બંને ડોઝ લઈ લીધા તેમણે સહેજ પણ ગભરાવવાની જરૂર નથી.

financialexpress.com

સરકારે આ નિર્ણય એવા સમયે લીધો છે, જ્યારે દેશભરમાં વેક્સીનની કમી જોવા મળી રહી છે. દિલ્હીમાં વેક્સીનની કમીના કારણે 100 થી વધુ વેક્સીન સેન્ટરો બંધ પડ્યા છે. તેવામાં કોવિશિલ્ડના બંને ડોઝ વચ્ચેના ગેપને વધારવામાં આવતા સામાન્ય લોકો વધારે પરેશાન થઈ ગયા છે. સરકાર 24 કલાક તે લોકો પર નજર રાખી રહી છે જે વેક્સીન લગાવડાવી રહ્યા છે. એસ્ટ્રાજેનેકાની વેક્સીન ભારત અને યુકેમાં લગાવવામાં આવી રહી છે. નવા ડેટા અને જાણકારીના આધાર પર અમે નિર્ણયો લઈ રહ્યા છે.

indianexpress.com

ગયા અઠવાડિયે અમે યુકે પાસેથી ડેટા લીધા છે, જેના આધાર પર નવી ગાઈડલાઈન બનાવવામાં આવી છે. આથી હવે બંને ડોઝ વચ્ચેના અંતરને 12 અઠવાડિયાથી વધારીને 16 અઠવાડિયા કરી દેવામાં આવ્યો છે. આ ગેપ વધારે કારણે વેક્સીનની અસર પણ વધી રહેલી જોવા મળે છે. રશિયાની વેક્સીન સ્પુતનિક-વીની વાત કરીએ તો આગામી અઠવાડિયાથી આપણી પાસે રશિયાની સ્પુતનિક-વીના 1.5 કરોડ ડોઝ હશે. આ વેક્સીન પ્રાઈવેટ હોસ્પિટલોમાં આપવામાં આવશે કારણ કે એક વખત વેક્સીનની બોટલને ખોલી દેવામાં આવી તો બે કલાકની અંદર તેનો ઉપયોગ કરી લેવો પડશે.

thehindu.com

ડૉ. અરોરા કહે છે કે વેક્સીનની કમી દૂર કરવા માટે કેન્દ્ર સરકાર ફાઈઝર, મોડર્ના અને જ્હોન્સ એન્ડ જ્હોન્સનની સાથે પણ ચર્ચા કરી રહી છે. દુનિયામાં ઘણી લિમિટેડ કંપનીઓ વેક્સીનનું ઉત્પાદન કરી રહી છે, માટે સરકારે ઘણું ધ્યાન રાખીને ઓર્ડર આપવા પડશે કારણ કે દરેક વેક્સીનને સ્ટોર કરવાના તાપમાન અલગ અલગ છે, માનવામાં આવી રહ્યું છેકે સપ્ટેમબર સુધીમાં સરકાર ફાઈઝર, મોડર્ના અને જ્હોન્સન એન્ડ જ્હોન્સનની વેક્સીનને મંજૂરી આપી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે.

Related posts

વધુ એક કંપનીએ લોન્ચ કર્યો IPO દાવ લગાવશો તો નફો થવાના પૂરેપૂરા ચાન્સ

Vivek Radadiya

તમારી ફેવરિટ મૂવી કે વેબ સિરિઝ ફ્રીમાં જોવા માંગો છો?

Vivek Radadiya

મહિલાએ લિફ્ટ માંગીને યુવકનું કર્યું અપહરણ, મારમારીને માંગી લાખોની ખંડણી…..

Abhayam