Abhayam News
AbhayamNews

રાજ્યના 8 શહેરોમાં રાતના 11થી 5 સુધીનો કર્ફ્યૂ 7 જાન્યુઆરી સુધી યથાવત…

ઓમિક્રોન વેરિએન્ટના કારણે ગુજરાતમાં પણ કોરોના વાયરસની ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા છે.

બીજી લહેર જેવી સ્થિતિ ના સર્જાય તે માટે સરકાર સજ્જ હાવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપી હતી. રાજ્યના 8 શહેરોમાં રાતના 11થી 5 સુધીનો કર્ફ્યૂ 7 જાન્યુઆરી સુધી યથાવત રાખવામાં આવ્યો છે.

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે રાજ્યમાં હાલ 1 લાખ 10 હજાર બેડ ઉપલબ્ધ છે.

જ્યારે 15000 ICU બેડમાંથી 7800 બેડમાં વેન્ટીલેટર ઉપલબ્ધ છે. 500થી 1500 બેડની હોસ્પિટલ ઉભી કરવાની તૈયારી છે.

ઓમિક્રોનના 97 કેસમાંથી 41ને રજા આપી દેવામાં આવી છે. ગુજરાતમાં 0.79 ટકા પોઝિટિવિટી રેટ છે, જે અન્ય રાજ્યોની તુલનાએ ઘણો ઓછો છે.

રાજ્યમાં હજુ પણ 90 લાખ લોકો રસીકરણ વગરના છે જેથી હવે વેકસીનેશન પર વધુ ભાર આપી મેગા ડ્રાઈવ યોજવામાં આવશે. ગુજરાત સરકારની કોઈ પણ કચેરીમાં જતાં પહેલા વેક્સિનના બંને ડોઝ લેવા ફરજિયાત છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

‘નકલી અધિકારીઓના કેસમાં 50 ટકા આરોપી પાટીદાર યુવાનો’ 

Vivek Radadiya

ચીની આફત સામે અમદાવાદ સિવિલ સજ્જ

Vivek Radadiya

વીજળી પડતા બાળકનું મોત

Vivek Radadiya