Abhayam News
AbhayamGujarat

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આ તારીખથી શરૂ

The budget session of Gujarat Legislative Assembly starts from this date

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આ તારીખથી શરૂ Gujarat Assembly session: ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ગુજરાત વિધાનસભાના ચોથા સત્રનું આહવાન કર્યું છે. જેથી ગુજરાત વિધાનસભાનું ચોથું સત્ર 1 ફેબ્રુઆરી થી 29 ફેબ્રુઆરી સુધી સમગ્ર મહિના દરમ્યાન ચાલશે. જેમાં વિધાનસભામાં રાજ્ય સરકાર બજેટ રજૂ કરશે. જ્યારે કામકાજના કુલ 24 દિવસોમાં કુલ 26 બેઠકો મળશે.

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આ તારીખથી શરૂ

વિધાનસભા અધ્યક્ષે શું કહ્યું ?
વિધાનસભાના ચોથા સત્રને લઈને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી જણાવ્યું હતું કે આગામી 1 ફેબ્રુઆરીથી ગુજરાત રાજ્ય વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે. જેથી વિધાનસભા બજેટ સત્રને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાત વિધાનસભાના ચોથા સત્રમાં બીજી ફેબ્રુઆરીના રોજ બજેટ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવશે. રાજ્યપાલના સંબોધન ઉપર ત્રણ દિવસ ચર્ચા ચાલશે. ચાર દિવસ બજેટ ઉપર સામાન્ય ચર્ચાઓ થશે. જ્યારે 12 દિવસ વિવિધ વિભાગની માંગણીઓ પર ચર્ચા થશે. આમ સમગ્ર ફેબ્રુઆરી માસ દરમ્યાન વિધાનસભા સત્ર ચાલશે.

‘વિધાનસભા હવે ફિઝિકલમાંથી ડિજિટલ બની છે’
વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતની વિધાનસભા હવે ફિઝિકલમાંથી ડિજિટલ બની છે. વિધાનસભા કામગીરી ડિજિટલ રીતે ચાલે તે માટે તમામ ધારાસભ્યોને તાલીમો પણ અપાઈ છે. આ સત્ર દરમિયાન તમામ ધારાસભ્ય તારાંકિત પ્રશ્નો ઓનલાઈન પૂછશે. જે માટેની તાલીમ તેમજ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આગામી વિધાનસભા સત્ર દરમિયાન ધારાસભ્યો વધુમાં વધુ ગૃહની કામગીરી ઓનલાઇન માધ્યમથી  કરે તે માટેના પ્રયત્નો રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

બોટાદની અઢી લાખની પ્રજા પાછળ છેલ્લા પાંચ વર્ષથી પુલ નું વળગ્યું ભૂત …

Deep Ranpariya

પૂર્વ CM વિજય રૂપાણીના કાફલાની કારને નડ્યો અકસ્માત

Vivek Radadiya

મહેસાણામાં રૂ.4778 કરોડના વિકાસકાર્યોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ 

Vivek Radadiya